IPL ક્રિકેટર સામે રેપ અને મારપીટનો ગંભીર આરોપ! હાઇકોર્ટે આપ્યો તુરંત ધરપકડનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhishek Porel Arrest Order Calcutta High Court : દિલ્હી કેપિટલ્સના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન અને બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. મેડિકલ વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ પર નોંધાયેલા ગુનાહિત કેસમાં હાઈકોર્ટે અભિષેક પોરેલ અને અન્ય એક આરોપીની તુરંત ગિરફ્તાર કરવા આદેશ આપ્યો છે. 23 વર્ષીય પોરેલ પર રેપ, મારપીટ અને ગુનાહિત ધમકી આપવાના ગંભીર આરોપો લાગ્યા છે.
લગ્નની ખોટી લાલચ અને ધમકીના આરોપ
પીડિત મહિલા અને તેની માતાએ હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. મહિલાનો આરોપ છે કે પોરેલે તેની સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ બાદમાં તેણે અંતર જાળવવાનું શરૂ કર્યું હતું અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
અભિષેક પોરેલનો સ્પષ્ટ ઇનકાર
હાલ બેંગલુરુમાં રહેલા અભિષેક પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા અને ઝૂઠા ગણાવીને ફગાવી દીધા છે. પોરેલે જણાવ્યું કે, "હું હાલમાં સારું ક્રિકેટ રમી રહ્યો છું, તેથી જ મને બદનામ કરવા માટે આવી વાતો સામે લાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ હું આ અંગે વિસ્તૃત જવાબ આપીશ."
કોણ છે અભિષેક પોરેલ?
ડાબોડી બેટ્સમેન અને વિકેટકીપર અભિષેક પોરેલ 2023 થી IPL માં દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી રમી રહ્યો છે. આ ઉપરાંત તે ઈન્ડિયા-A ટીમ સાથે યુકે (UK) અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે. તેણે બંગાળ તરફથી 32 ફર્સ્ટ-ક્લાસ અને 23 લિસ્ટ-એ મેચો રમી છે.









