રોહિત શર્માને દિગ્ગજ ક્રિકેટરના તીખા વેણ ખૂંચ્યાં, BCCIને ફરિયાદમાં કહ્યું - જરૂર કરતાં વધારે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Sharma complains to BCCI about Sunil Gavaskar : ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ હાલતને લઈને કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલીમાં વધારો કરો દીધો છે. તેની કેપ્ટનશીપ અને તેના નિરાશાજનક ફોર્મની ખૂબ આલોચના થઇ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કંગાળ દેખાવને કારણે રોહિત તેના ચાહકોનો પણ ટીકાપાત્ર બન્યો હતો. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્માને દિગ્ગજ ક્રિકેટરના તીખા વેણ ખૂંચ્યાં છે અને તેને આ અંગે BCCIને ફરિયાદ પણ કરી છે. આ ક્રિકેટર બીજુ કોઈ નહિ પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટર સુનિલ ગાવસ્કર છે.
રોહિતે કરી ગાવસ્કરની ફરિયાદ?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમની હાર બાદ BCCI સાથે થયેલી બેઠકમાં રોહિતે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં BCCIના સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ બેઠકમાં રોહિતે સુનિલ ગાવસ્કર પર હદ કરતા વધુ નકારાત્મક નિવેદનબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો અને રોહિતે જણાવ્યું હતું કે, 'તેમણે અટલા કઠોર શબ્દોમાં આલોચના કરી જોઈતી ન હતી.' આ જ કારણથી રોહિતે બોર્ડ સામે તેમની ફરિયાદ કરી હતી.
સુનિલ ગાવસ્કરે રોહિતને લઈને કરી હતી નિવેદનબાજી
જો સુનિલ ગાવસ્કરની નિવેદનબાજીની વાત કરીએ તો તેમણે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ શરુ થઇ તે પહેલા તેમણે કહ્યું હતું કે, 'જો રોહિત પહેલા મેચમાં ઉપલબ્ધ રહેતો નથી અને જો જસપ્રીત બુમરાહે ટીમની કેપ્ટનશીપ કરી છે તો આગળ પણ તેને જ કેપ્ટનશીપ કરવી જોઈતી હતી.' રોહિતે પોતાના ઘરે બીજા પુત્રનો જન્મ થયો હોવાથી પહેલા ટેસ્ટમાંથી બ્રેક લીધો હતો અને બીજા ટેસ્ટથી તે ટીમ સાથે જોડાયો હતો. જો કે, સીરિઝ દરમિયાન રોહિતની બેટિંગ અને તેના નિર્ણયોને લઈને ગાવસ્કરે તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે રોહિતની આ છેલ્લી ટેસ્ટ સીરિઝ હોય શકે છે.
તેને કંઈ આવડતું નથી!
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટમાં રોહિતે પોતાને દુર રાખ્યો હતો અને તે ટેસ્ટ મેચ રમ્યો ન હતો. આ દરમિયાન મેચના બીજા દિવસે એક ઈન્ટરવ્યૂ આપતાં રોહિતે જણાવ્યું હતું કે, 'લેપટોપ, પેન અને કોપી લઈને કંઈ પણ લખનાર કે બોલનાર લોકોને આધારે હું પોતાના નિર્ણય લેતો નથી.' જયારે સિડની ટેસ્ટમાં ભારતની હાર થઇ હતી ત્યારે ગાવસ્કરે રોહિત પાસે જવાબ માંગતા કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, 'તે નહી બોલે કારણ કે તેને કંઈ આવડતું નથી.' જો કે, થોડા દિવસો બાદ રોહિત અને ગાવસ્કર વાનખેડે સ્ટેડિયમની 50મી એનિવર્સરી પર સાથે જોવા મળ્યા હતા.




