Sports

શ્રીલંકા પ્રવાસ પહેલાં 'ગુરુ' ધોનીની શરણે ઋષભ પંત! ફોર્મમાં વાપસી કરવા રાંચીમાં શરૂ કરી કડક ટ્રેનિંગ

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે ઋષભ પંતે રાંચીમાં મહેન્દ્રસિંહ ધોનીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરી છે. IPL 2026માં ફ્લોપ રહ્યા બાદ, પંત હવે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમી રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળની આ સિરીઝ ભારત માટે મહત્વપૂર્ણ છે. ધોનીના ફાર્મહાઉસ પર પંત અને શાહબાઝ નદીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે સ્પિન-ફ્રેન્ડલી પિચો માટે મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીલંકા પ્રવાસ પહેલાં 'ગુરુ' ધોનીની શરણે ઋષભ પંત! ફોર્મમાં વાપસી કરવા રાંચીમાં શરૂ કરી કડક ટ્રેનિંગ

Rishabh Pant Prepares For Sri Lanka Tests Under MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત માટે છેલ્લો કેટલોક સમય અપેક્ષા મુજબનો નથી રહ્યો. IPL 2026માં તે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. આ જ કારણ છે કે લખનઉની ટીમે આગામી સીઝન પહેલા પંતને ટ્રેડ કરીને તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સને સોંપી દીધા છે.

IPL બાદ તેને ભારત માટે પણ વધુ મેચોમાં રમવાની તક નથી મળી. પંત હવે નિયમિત રીતે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ ભારત માટે રમી રહ્યો છે. વન-ડે અને T20 ટીમમાં લાંબા સમયથી તેને રમવાની તક નથી મળી.

ઋષભ પંતે શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ પડકારનો સામનો કરવા માટે પંતે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના દ્વાર ખટખટાવ્યા છે. પંત હાલ રાંચીમાં છે અને ધોનીની દેખરેખ હેઠળ ટ્રેનિંગ લઈ રહ્યો છે.

ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ સીરિઝ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ રમાનારી આ બે મેચોની ટેસ્ટ સીરીઝ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. શ્રીલંકાની પિચો હંમેશા સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. એશિયાઈ કંડિશનમાં એમએસ ધોનીથી વધુ સારી રીતે સ્પિનને સમજવું કદાચ જ કોઈ જાણતું હોય.

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં પંત અને ધોનીને એકસાથે ધોનીના ફાર્મહાઉસ પરથી નીકળતા જોવામાં આવ્યા છે. રાંચીમાં પંત ધોની અને પૂર્વ ભારતીય સ્પિનર શાહબાઝ નદીમની હાજરીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.

પોતાની બેટિંગ પર કામ કરી રહ્યો છે પંત

ધોની ઉપરાંત પંતે તાજેતરમાં પોતાના વ્હાઈટ-બોલ ક્રિકેટને સુધારવા માટે યુવરાજ સિંહ સાથે પણ ઘણો સમય વિતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલૂ ટેસ્ટ સીરીઝમાં ઋષભ પંતનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું રહ્યું. એવામાં શુભમન ગિલની આગેવાની હેઠળની આ યુવા ટીમમાં પંતનું ફોર્મમાં પાછા ફરવું ખૂબ જ જરૂરી છે.

ધોની પંતનો મેન્ટોર રહ્યો છે

ધોની હંમેશાથી પંતનો મેન્ટોર રહ્યો છે. એવામાં રાંચીનો આ ટ્રેનિંગ કેમ્પ પંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ટ્રેનિંગ પંતને શ્રીલંકાની સ્પિન-ફ્રેન્ડલી પિચો માટે તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

શ્રીલંકા ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
બેટ્સમેન: યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ
વિકેટકીપરઃ ઋષભ પંત, ધ્રુવ જુરેલ
ઓલરાઉન્ડર અને સ્પિનરઃ રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, સારાંશ જૈન
ફાસ્ટ બોલરઃ આકિબ નબી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ કૃષ્ણા, ગુરનૂર બ્રાર