Sports

રવિન્દ્ર જાડેજાની વધુ એક સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર 7મો ભારતીય બોલર બન્યો

By GS Team
30 Sep 20242 mins read
This article was originally published on 30 Sep 2024
TukuTouch Logo
કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં તેણે 300 વિકેટ પૂરી કરી લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જે જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો ​​છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રવિન્દ્ર જાડેજાની વધુ એક સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર 7મો ભારતીય બોલર બન્યો

Ravindra Jadeja : કાનપુર ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં તેણે 300 વિકેટ પૂરી કરી લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર ખાલિદ અહેમદનો કેચ પકડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જે જાડેજા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ લેનાર પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો ​​છે.

જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર 

અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 266 વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર ​​બિશન સિંહ બેદી હતા. પરંતુ હવે જાડેજાએ 300 વિકેટ ઝડપી નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. જાડેજા વિશ્વનો ત્રીજો લેફ્ટ આર્મ સ્પિનર ​​છે, કે જેના નામે 300 ટેસ્ટ વિકેટ છે.  સૌથી વધુ 433 ટેસ્ટ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર શ્રીલંકાનો રંગના હેરાથ છે. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીએ 362 વિકેટ લીધી છે. જો કે, જાડેજા એશિયાનો એકમાત્ર લેફ્ટ આર્મ સ્પિનર ​​છે કે, જેણે ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા ઉપરાંત 300 વિકેટ પણ લીધી છે. અને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર જાડેજા સાતમો ભારતીય બોલર બની ગયો છે.

આ સિદ્ધિ જાડેજા સિવાય એક જ ખેલાડી હાંસલ કરી શક્યો

300 વિકેટ પૂરી કરવાની સાથે જ રવિન્દ્ર જાડેજાએ ઈમરાન ખાન અને કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. જાડેજાએ 74 ટેસ્ટ રમીને 3000થી વધુ રન અને 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ઈમરાન ખાને 75 ટેસ્ટમાં અને કપિલ દેવે 83 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જાડેજા સિવાય 72 ટેસ્ટમાં 3000થી વધુ રન બનાવવા અને 300થી વધુ વિકેટ ઝડપી લેવાની સિદ્ધિ અત્યાર સુધીમાં માત્ર ઈયાન બોથમે જ હાંસલ કરી શક્યો છે.

આ પણ વાંચો : VIDEO : સિરાજે ચિત્તા જેવી ચપળતાથી પક્ડ્યો અદભૂત કેચ, જોનારા જોતા જ રહી ગયા

અનિલ કુંબલેને પાછળ છોડ્યો

આ દરમિયાન જાડેજાની ખાસ વાત એ રહી છે કે તેણે દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલે કરતા પણ સારી બોલિંગ સરેરાશ સાથે 300 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. જાડેજાની બોલિંગ સરેરાશ 23.99 રહી છે જ્યારે અનિલ કુંબલેએ 29.65ની સરેરાશ સાથે 300 વિકેટ પૂરી કરી હતી. બેટિંગની વાત કરીએ તો જાડેજાની ટેસ્ટની સરેરાશ કે.એલ. રાહુલ કરતા સારી રહી છે. કેએલ રાહુલની ટેસ્ટ બેટિંગ સરેરાશ 34.13 છે. અને જાડેજાએ 36.73ની સરેરાશથી રન બનાવ્યા છે.