Sports

રણજી ટ્રોફીની નવા સિઝનની શરૂઆતમાં વિવાદ, સરફરાઝ-મુશીર સાથે BCCI નું બ્લંડર

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
મુંબઈ અને જમ્મુ કાશ્મીર વચ્ચે શ્રીનગરના શેર-એ -કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની નવી સીઝનની શરુઆત જ વિવાદ સાથે થઈ હતી. આ મેચમાં બુધવાર, 15 ઓક્ટોબરને બીસીસીઆઈથી એક મોટી ભૂલ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રણજી ટ્રોફીની નવા સિઝનની શરૂઆતમાં વિવાદ, સરફરાઝ-મુશીર સાથે BCCI નું બ્લંડર

Ranji Trophy 2025: મુંબઈ અને જમ્મુ કાશ્મીર વચ્ચે શ્રીનગરના શેર-એ -કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની નવી સીઝનની શરુઆત જ વિવાદ સાથે થઈ હતી. આ મેચમાં બુધવાર, 15 ઓક્ટોબરને બીસીસીઆઈથી એક મોટી ભૂલ થઈ હતી.

આ પણ વાંચો: 'ભારતીય ખેલાડીઓ ડરે છે...', અજિંક્ય રહાણેએ BCCIના પસંદગીકારો સામે સવાલ ઊઠાવ્યાં

BCCIએ સરફરાઝ ખાનને મુંબઈ માટે ઇનિંગ રમતો બતાવ્યો

મુંબઈના બે બેટર, ભાઈ સરફરાઝ ખાન અને મુશીર ખાનના નામે સ્કોરકાર્ડમાં ગડબડી થઈ હતી. હકીકતમાં, શરુઆતમાં BCCI ની વેબસાઇટ પર સરફરાઝ ખાનને મુંબઈ માટે ઇનિંગ રમતો દર્શાવવામાં આવ્યો હતો.

સ્કોરકાર્ડમાં જણાવાયું હતું કે, સરફરાઝને જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીના બોલથી ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. પરંતુ, એ પછી ખબર પડી કે, આ સરફરાઝ નહીં, પરંતુ તેનો નાનો ભાઈ મુશીર ખાન હતો, જે ખરેખર ઓપનિંગ કરવા ઉતર્યો હતો અને ત્રીજા બોલ પર આઉટ થયો હતો.

આ પણ વાંચો: VIDEO: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ મેચ પહેલા મિલાવ્યા હાથ, સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ

આ ભૂલથી ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું

સોશિયલ મીડિયા પર ભૂલ સામે આવ્યા પછી BCCI એ તરત જ સ્કોરકાર્ડમાં સુધાર્યું અને સરફરાઝની જગ્યાએ મુશીરનું નામ ઉમેર્યું હતું.  જોકે, આ ભૂલથી ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું હતું. ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ચાહકોએ પૂછ્યું કે, સરફરાઝને ઓપનિંગની શરૂઆતમાં કેમ મોકલવામાં આવ્યો, કારણ કે તે ભારતીય ટેસ્ટ ટીમમાં મિડલ ઓર્ડરમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.