Sports

જુનિયર દ્રવિડે સતત બીજીવાર જીત્યો એવોર્ડ: 6 મેચમા 48 ફોર અને 2 સિક્સની મદદે 459 રન ફટકાર્યા

By GS TEAM
7 Oct 20251 min read
TukuTouch Logo
ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર રાહુલ દ્રવિડની બેટિંગ અને વિકેટકીપિંગનો અંદાજથી તો અનેક ક્રિકેટપ્રેમીઓ પરિચિત છે. પણ હવે તેનો દીકરો અનવય પણ પિતા રાહુલથી એક પગલું આગળ છે. રાહુલનો નાનો દીકરો અનવય દ્રવિડને 5 ઑક્ટોબરે KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ)ના વાર્ષિક વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જુનિયર દ્રવિડે સતત બીજીવાર જીત્યો એવોર્ડ: 6 મેચમા 48 ફોર અને 2 સિક્સની મદદે 459 રન ફટકાર્યા

KSCA Annual Awards Ceremony: ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર રાહુલ દ્રવિડની બેટિંગ અને વિકેટકીપિંગનો અંદાજથી તો અનેક ક્રિકેટપ્રેમીઓ પરિચિત છે. પણ હવે તેનો દીકરો અનવય પણ પિતા રાહુલથી એક પગલું આગળ છે. રાહુલનો નાનો દીકરો અનવય દ્રવિડને 5 ઑક્ટોબરે KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ)ના વાર્ષિક વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે અંડર-16 વિજય મર્ચન્ટ ટુર્નામેન્ટમાં કર્ણાટક ટીમ તરફથી સૌથી વધારે રન ફટકારી સૌનુ દિલ જીત્યું હતું. 

91.80ની એવરેજ થી 459 રન ફટકાર્યા 

અનવય દ્રવિડે 6 મેચની આઠ ઇનિંગમાં 91.80ની 91.80ની એવરેજ થી 459 રન ફટકાર્યા છે. તેમા બે સેન્ચૂરી સામેલ છે. આ ઇનિંગ્સ દરમિયાન અનવયે 46 ફોર અને 2 સિક્સ ફટકારી છે. જણાવી દઈએ કે KSCA અનવય દ્રવિડને તેના પ્રદર્શન માટે પહેલા પણ સન્માનિત કર્યો હતો.  

મયંક અગ્રવાલ

પુરસ્કાર વિજેતાઓમાં ભારતના સલામી બેટર મયંક અગ્રવાલ પણ સામેલ હતો. મયંક અગ્રવાલે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેથી તેને પણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. મયંક અગ્રવાલને છેલ્લી સિઝનમાં 93ની એવરેજે 651 રન ફટકારી તે લિસ્ટ A સ્પર્ધામાં કર્ણાટકનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.

આર.સ્મરણ

લેફ્ટ હેન્ડ સલામી બેટર આર.સ્મરણે પણ રણજી ટ્રોફીમાં બે સેન્ચૂરી સાથે 516 રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શનને કારણે તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. આર. સ્મરણે 64.50 ની સરેરાશથી રન બનાવ્યા હતા.