Sports

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીએ ફટકાર્યા વિસ્ફોટક 72 રન

By GS Team
31 Mar 20262 mins read
TukuTouch Logo
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન તો પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ચટકાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીએ ફટકાર્યા વિસ્ફોટક 72 રન

IPL 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન તો પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ચટકાવી હતી.

કૂપર કોનોલીની કમાલ ઈનિંગ

પંજાબને જીત અપાવવામાં ડેબ્યૂ કરનાર કૂપર કોનોલીએ સૌથી મોટું યોગદાન આપ્યું હતું, જેને 44 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોનોલી ત્રીજી વિકેટ માટે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. પંજાબની ટીમનું મિડલ ઓર્ડર ખરાબ રીતે લથડ્યું હતું અને ટીમે એક સમયે માત્ર 08 રનના ગાળામાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ છતાં, કોનોલી ક્રિઝ પર ટકી રહ્યો હતો અને મેચ વિનિંગ ઈનિંગ રમી પંજાબને IPL 2026ની પ્રથમ મેચમાં જીતનો સ્વાદ ચખાડ્યો હતો.

સ્કોર કાર્ડ

GT: 162-6(20)

PBKS: 165/7(19.1)

પંજાબના બોલરોનો તરખાટ

ગુજરાતની શરૂઆત આક્રમક રહી હતી. ટીમે પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં જ 54 રન જોડી દીધા હતા. જોકે, પાવરપ્લે બાદ પંજાબના બોલરોએ મેચ પર પકડ મજબૂત કરી હતી અને રન ગતિ પર બ્રેક લગાવી હતી. ટીમ વતી કેપ્ટન શુભમન ગિલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. ગિલે 27 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 39 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. મધ્ય ઓવરોમાં પંજાબની શિસ્તબદ્ધ બોલિંગ સામે ગુજરાતના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી બોલિંગમાં વિજયકુમાર વૈશાકે શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ અને માર્કો યાનસને 1 વિકેટ મેળવી હતી.

અર્શદીપ સિંહની લય બગડી, એક ઓવરમાં 11 બોલ ફેંક્યા

પંજાબ માટે છેલ્લી ઓવર ફેંકનાર અર્શદીપ સિંહ લયમાં જણાતો ન હતો. તેણે વાઈડ અને નો-બોલના કારણે આ ઓવરમાં કુલ 11 બોલ ફેંકવા પડ્યા હતા, જેણે ગુજરાતના સ્કોરને 160ને પાર પહોંચાડવામાં મદદ કરી હતી.

પોઈન્ટ ટેબલ પર કરો નજર..


બન્ને ટીમની પ્લેઇંગ-11

પંજાબ કિંગ્સ (PBKS)

શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશા, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

ગુજરાત ટાઇટન્સ (GT)

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ