Sports

પંતે ધોનીનો મહારેકોર્ડ તોડ્યો, વિદેશમાં રચ્યો ઈતિહાસ, દિગ્ગજોની ખાસ ક્લબમાં એન્ટ્રી

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
કોલંબોના સિંહલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે ઈતિહાસ રચ્યો છે. પંતે વિદેશી ધરતી પર વિકેટકીપર તરીકે સૌથી વધુ 2501 રન બનાવી મહેન્દ્ર સિંહ ધોનીનો 2496 રનનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે તેને ડાબા હાથમાં ઈજા થઈ હતી. તેમ છતાં, તેણે ધ્રુવ જુરેલ સાથે મળીને ભારતની ઇનિંગ્સને સંભાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પંતે ધોનીનો મહારેકોર્ડ તોડ્યો, વિદેશમાં રચ્યો ઈતિહાસ, દિગ્ગજોની ખાસ ક્લબમાં એન્ટ્રી

Rishabh Pant Break MS Dhoni Record: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝની બીજી મેચમાં ઋષભ પંતે ઈતિહાસ રચ્યો છે. પંતે વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. પંતના નામે હવે વિદેશી અને ન્યૂટ્રલ વેન્યૂ પર રમાયેલી ટેસ્ટ મેચોમાં 2501 રન નોંધાઈ ગયા છે, જ્યારે એમએસ ધોનીએ 2496 રન બનાવ્યા હતા.

આ યાદીમાં ત્રીજા સ્થાન પર ફરોખ એન્જિનિયર (1209 રન), ચોથા સ્થાન પર સૈયદ કિરમાની (1109 રન) અને પાંચમા સ્થાન પર કિરણ મોરે (901 રન) છે. ખાસ વાત એ છે કે પંતે આ સિદ્ધિ 41.68ની એવરેજથી હાંસલ કરી છે, જે આ યાદીમાં સામેલ તમામ ભારતીય વિકેટકીપરોમાં સૌથી શ્રેષ્ઠ છે.

પંતને ઈજા પહોંચી

રવિવારે કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ડાબા હાથ પર ઈજા પહોંચ્યા બાદ પંત 'રિટાયર્ડ હર્ટ' થઈ ગયો હતો. આ ઘટના ત્રીજા સેશન દરમિયાન બની જ્યારે શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ પંતને શોર્ટ બોલ ફેંક્યો હતો. ભારતીય બેટ્સમેને બોલને 'બિહાઇન્ડ સ્ક્વેર' રમવાનો પ્રયાસ કર્યો પરંતુ ચૂક થઈ ગઈ અને બોલ તેના ડાબા હાથ પર વાગ્યો હતો. ઈજા પહોંચ્યા બાદ પંતને થતો દુ:ખાવો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. ભારતીય ટીમના ફિઝિયોથેરાપિસ્ટે તાત્કાલિક તેની સારવાર કરી હતી. શરૂઆતમાં તેના હાથ પર આઈસ પેક લગાવવામાં આવ્યો અને ત્યારબાદ પાટો બાંધવામાં આવ્યો હતો, પરંતુ પંતને અસ્વસ્થતા અનુભવાતા બાદમાં ટેપ હટાવી દેવાઈ હતી.

15 બોલ પર ત્રણ રન બનાવ્યા બાદ પંત ભારતની ઈનિંગ્સની 58મી ઓવરમાં ફિઝિયોથેરાપિસ્ટ સાથે મેદાનની બહાર જતો રહ્યો. જોકે, બીજા દિવસે જ્યારે અસિથા ફર્નાન્ડોએ સારાંશ જૈનને છ રન પર આઉટ કરીને શ્રીલંકાને છઠ્ઠી વિકેટ અપાવી, ત્યારે પંત બેટિંગ કરવા માટે મેદાન પર ઉતર્યો હતો.

પંતે ધ્રુવ જુરેલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી અને ટીમને એક સારા સ્કોર તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. શ્રીલંકાના ઝડપી બોલરોએ શોર્ટ-પિચ બોલના મારાથી પંતની પરીક્ષા લીધી હતી અને ડ્રિંક્સ બ્રેક પહેલાં બેટ્સમેનના ખભા પર પણ કેટલાક બોલ વાગ્યા હતા. તેમ છતાં, પંતે મક્કમતા દર્શાવી અને જુરેલે પણ સારો સાથ આપ્યો હતો; બંનેએ એક જરૂરી પાર્ટનરશિપ કરીને ભારતની ઈનિંગ્સને સંભાળી અને ડ્રિંક્સ બ્રેક સુધી 47 રન જોડ્યા હતા.