Sports

રસ્તા પર રઝળવા મજબૂર પાકિસ્તાની ખેલાડીઓ! વાસણ ધોવા પડ્યા, ખુદ કૅપ્ટને વ્યક્ત કરી આપવીતી

By GS Team
18 Feb 20263 mins read
TukuTouch Logo
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન હવે પોતાના ખેલાડીઓનું પણ સરખું ધ્યાન રાખી શકતું નથી. સ્થિતિ એવી સામે આવી છે કે, ઓસ્ટ્રેલિયા ગયેલા ખેલાડીઓને રસોડું સાફ કરવાની, વાસણ ધોવાની દશા ઊભી થઈ છે. આ મામલે પાકિસ્તાન હોકી ટીમના સુકાની શકીલ અહમદ બટ્ટ પાકિસ્તાન હૉકી સંઘ (PHF) પર ખૂબ ગુસ્સે થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા પર રઝળવા મજબૂર પાકિસ્તાની ખેલાડીઓ! વાસણ ધોવા પડ્યા, ખુદ કૅપ્ટને વ્યક્ત કરી આપવીતી

Pakistan Hockey Team : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન હવે પોતાના ખેલાડીઓનું પણ સરખું ધ્યાન રાખી શકતું નથી. સ્થિતિ એવી સામે આવી છે કે, ઓસ્ટ્રેલિયા ગયેલા ખેલાડીઓને રસોડું સાફ કરવાની, વાસણ ધોવાની દશા ઊભી થઈ છે. આ મામલે પાકિસ્તાન હોકી ટીમના સુકાની શકીલ અહમદ બટ્ટ પાકિસ્તાન હૉકી સંઘ (PHF) પર ખૂબ ગુસ્સે થયો છે.

પાકિસ્તાન હોકી ટીમનો સુકાની PHF પર ગુસ્સે થયો

પાકિસ્તાન હોકી ટીમના સુકાનીએ પાકિસ્તાન હૉકી સંઘ પર ગુસ્સો ઠાલવી ગંભીર આક્ષેપ કર્યો છે. પાકિસ્તાની હોકી ટીમ એફએચઆઇ પ્રો લીગ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં ગઈ હતી, જોકે લાહોર પરત આવતાં જ સુકાની બટ્ટ ખૂબ ગુસ્સે થયો છે. તેણે કહ્યું કે, મેચ રમવા ગયેલી ટીમે રસોડું સાફ કરવું પડ્યું, વાસણ ધોવા પડ્યા, જો આવું જ કરાવવું હોય તો ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા કેવી રીતે રાખી શકાય. એફઆઇએચ પ્રો લીગમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 2-3થી હારી ગઈ હતી. તેણે ઓસ્ટ્રેલિયા લિગમાં તમામ મેચો ગુમાવી છે.

પાકિસ્તાન ખેલાડીઓએ વાસણો ધોવા પડ્યા

પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયાથી પરત આવી ગઈ છે. લાહોર ઍરપોર્ટ પર આવતાં જ સુકાની શકીલ અહમદ બટ્ટે મીડિયાને કહ્યું કે, ‘અમે પીએચએફની વર્તમાન મેનેજમેન્ટ ટીમ સાથે કામ ન કરી શકીએ. જ્યારે મેચ રમ્યા પહેલા ખેલાડીઓએ કીચન સાફ કરવું પડે, વાસણો ધોવા પડે તો તમે અમારી પાસે સારા પ્રદર્શનની કેવી રીતે આશા રાખી શકો.’

પાક. ટીમે ઓસ્ટ્રેલિયામાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો

તેણે વધુમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અમારી ટીમે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. બટ્ટે પ્રવાસમાં અસુવિધા મામલે પણ પાકિસ્તાન હૉકી સંઘ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓ ફ્લાઇટમાં કેનબરા જવાના હતા, જોકે તે પહેલા સિડની ઍરપોર્ટ પર 13-14 કલાક સુધી રાહ જોવી પડી હતી.

હોટલને પેમેન્ટ પણ ન ચૂકવાયું

પાકિસ્તાની હોકી ટીમના સુકાનીએ એવું પણ કહ્યું કે, જ્યારે ખેલાડી હોટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે, પેમેન્ટ જ ચૂકવાયું નથી. તેમની પાસે રહેવાની પણ જગ્યા ન હતી અને હૉટલનું બુકિંગ કન્ફર્મ ન થવાના કારણે રસ્તા પર અનેક કલાકો વિતાવવા પડ્યા. આનાથી પણ સૌથી ખરાબ વાત એ છે કે, હોટલનું બુકિંગ 10 દિવસ માટે કરાયું હતું અને તેમણે ઓસ્ટ્રેલિયામાં 13 દિવસ રહેવાનું હતું. આ જ કારણે ખેલાડીઓએ સસ્તી જગ્યા પર રહેવા મજબૂર થવું પડ્યું.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી પાક્કી! ઑસ્ટ્રેલિયા બહાર થયા બાદ જાણો સમીકરણ

પાકિસ્તાની સ્પોર્ટ્સ બોર્ડે શું કહ્યું?

મામલે સામે આવ્યા બાદ પાકિસ્તાની સ્પોર્ટ્સ બોર્ડે કહ્યું કે, તેણે હોટલની વ્યવસ્થા કરવા માટે પાકિસ્તાની હૉકી સંઘને એક કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ મામલે વડાપ્રધાન શાહબાજ શરીફ પાસે પહોંચ્યો છે અને તેમણે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં ખરાખરીનો જંગ