Sports

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ફરી 'નાઇટ ક્લબ કાંડ': સ્ટાર બોલરની અટકાયત, અગાઉ સટ્ટાબાજીમાં સસ્પેન્ડ થયો હતો

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડનો 31 વર્ષીય સ્ટાર ઝડપી બોલર બ્રાયડન કાર્સ વિવાદમાં ફસાયો છે. ડર્બીની એક નાઇટક્લબ બહાર પોલીસે તેને હથકડી પહેરાવી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે. ડરહામની જીતની ઉજવણી બાદ ક્લબમાં બોલાચાલી થતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. ECB એ તાત્કાલિક તપાસ શરૂ કરી છે, કારણ કે કાર્સ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર છે. અગાઉ પણ તે સટ્ટાબાજી અને ગેરવર્તણૂક બદલ પ્રતિબંધિત થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ફરી 'નાઇટ ક્લબ કાંડ': સ્ટાર બોલરની અટકાયત, અગાઉ સટ્ટાબાજીમાં સસ્પેન્ડ થયો હતો

England Cricket Controversy : પાકિસ્તાન સામે 27 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઇંગ્લેન્ડ અને IPL માં આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા 31 વર્ષીય સ્ટાર ઝડપી બોલર બ્રાયડન કાર્સ (Brydon Carse) વિવાદોમાં ઘેરાયા છે. ડર્બી સ્થિત એક નાઇટક્લબની બહાર શનિવારે મોડી રાત્રે પોલીસે બ્રાયડન કાર્સને હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દીધી છે.

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, બ્રાયડન કાર્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ (Durham) ટીમ તરફથી ડર્બીશાયર સામે મેચ રમી રહ્યા હતા. ડરહામે આ મેચમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ટીમ ઉત્સવ મનાવવા માટે બહાર નીકળી હતી. રિપોર્ટ અનુસાર, નાઇટક્લબમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કાર્સ પર ડ્રિંક ઢોળી દેતાં બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. ક્લબ બહાર અગાઉથી જ હાજર પોલીસ અધિકારીઓએ મધ્યસ્થતા કરીને સ્થિતિ થાળે પાડવા કાર્સને થોડીવાર માટે હથકડી લગાવીને હિરાસતમાં લીધા હતા.

વાયરલ વીડિયોમાં કાર્સના હાથમાં હથકડી દેખાઈ રહી છે, જ્યારે તેમની સાથે રહેલા સહ-ખેલાડી મેથ્યુ પોટ્સ અને સુકાની બેન સ્ટોક્સ પણ પોલીસ સાથે વાતચીત કરતા જોવા મળે છે. જોકે, પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી નહોતી અને થોડીવાર બાદ તેઓ ટીમ હોટેલ પર પરત ફર્યા હતા.

ECB એ શરૂ કરી કડક તપાસ

બ્રાયડન કાર્સ ઈસીબીના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ હોવાથી આ ઘટના બોર્ડના આચારસંહિતાના દાયરામાં આવે છે. ECB ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમને ડર્બી ખાતે બનલી ઘટના અંગે જાણકારી મળી છે અને હાલ અમે તેની તપાસ કરી રહ્યા છીએ." આ મામલો ક્રિકેટ રેગ્યુલેટરને સોંપવામાં આવે તેવી પણ શક્યતા છે.

અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે કાર્સ

બ્રાયડન કાર્સનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. આ અગાઉ 2024માં સટ્ટાબાજીના નિયમોનો ભંગ કરવા બદલ ક્રિકેટ રેગ્યુલેટરે તેમના પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો, કારણ કે તેમણે 2017થી 2019 દરમિયાન ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. 2023માં પણ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન મેદાન બહારના ગેરવર્તણૂક બદલ તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાયા હતા.