Sports

3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!

By GS Team
28 Oct 20263 mins read
TukuTouch Logo
ભારતીય ખેલ જગતમાં શોકનો માહોલ છવાયો છે. 3 વખત એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દિગ્ગજ પેરા એથ્લેટ નીરજ યાદવે 42 વર્ષની વયે દિલ્હીમાં પોતાના ઘરે કથિત રીતે ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ડોપિંગ સસ્પેન્શનને કારણે તેઓ તાજેતરમાં એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા, જેનાથી તેઓ તણાવમાં હોવાનું મનાય છે. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!

Neeraj Yadav Suicide: Three-Time Asian Para Games Gold Medalist Dies at 42 in Delhi | ભારતીય ખેલ જગત માટે એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં દેશ માટે 3 ગોલ્ડ મેડલ જીતનારા દિગ્ગજ ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવનું 42 વર્ષની વયે અવસાન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, નીરજે કથિત રીતે પોતાના ઘરે ઝેર ખાઈ લીધું હતું. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હુત. જોકે, તેમના મોતના ચોક્કસ સંજોગો અંગે હજુ સ્પષ્ટ તપાસ ચાલી રહી છે.

હેડ કોચ સત્યનારાયણે કરી ઘટનાની પુષ્ટિ

ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે આ કરુણ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળી છે. ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં સત્યનારાયણે જણાવ્યું કે, નીરજે જીવન ટૂંકાવ્યું કરી છે. આવું બન્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

એશિયન ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા તેથી તણાવમાં હતા

રિપોર્ટ મુજબ, નીરજ ચાલુ મહિને આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સસ્પેન્શન બાદ તેઓ ભારે ભાવનાત્મક અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, તેમના આ આત્યંતિક પગલાં પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

હેડ કોચની ભાવુક પ્રતિક્રિયા: સફળતા-નિષ્ફળતાને સંતુલિત મને સ્વીકારવી જોઈએ

હેડ કોચ સત્યનારાયણે જણાવ્યું કે તેઓ નીરજના આ પગલાં પાછળના સચોટ કારણો અંગે કોઈ અટકળો લગાવવા માંગતા નથી. એક ખેલાડીએ જીવનમાં મળતી સફળતા અને નિષ્ફળતા બંને પરિસ્થિતિઓનો સામનો સંતુલિત મન સાથે કરવો જોઈએ.

એશિયન પેરા ગેમ્સમાં રચ્યો હતો ઈતિહાસ: જીત્યા હતા 3 ગોલ્ડ મેડલ

  • નીરજ યાદવ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકનારા સૌથી સફળ પેરા એથ્લેટ્સ પૈકીના એક હતા. તેમણે દેશ માટે ગોલ્ડ મેડલ્સની હેટ્રિક લગાવી હતી.
  • 2018 (જકાર્તા): ઇન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં તેમણે જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
  • 2023 (હાંગઝોઉ): ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તેમણે અસાધારણ પ્રદર્શન કરીને ડબલ ગોલ્ડ જીત્યો હતો. તેમણે જેવલિન થ્રો તેમજ ડિસ્કસ થ્રો બંને ઈવેન્ટ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

7 વર્ષની વયે લકવાનો ભોગ બન્યા, છતાં લડીને બન્યા ચેમ્પિયન

  • નીરજનો જીવન સંઘર્ષ કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે અત્યંત પ્રેરણાદાયી રહ્યો હતો.
  • માત્ર 7 વર્ષની નાની ઉંમરે તેમને પોસ્ટ-પોલિયો રેસિડ્યુઅલ પેરાલિસિસ નામની ગંભીર બીમારીનું નિદાન થયું હતું.
  • આ શારીરિક મર્યાદા છતાં તેમણે હિંમત ન હારી. શરૂઆતના દિવસોમાં તેમણે વ્હીલચેર ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.
  • બાદમાં તેમણે પેરા એથ્લેટિક્સ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક મજબૂત ઓળખ ઊભી કરી.
  • નીરજ F55 કેટેગરીમાં ભાગ લેતા હતા. આ વર્ગમાં ખેલાડી બેસીને ફિલ્ડ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરે છે, જેમાં શોટ પુટ, ડિસ્કસ થ્રો અને જેવલિન થ્રો જેવી રમતોનો સમાવેશ થાય છે.