Sports

IPLમાંથી બહાર કરાયેલા મુસ્તફિઝુર રહેમાનને PSLમાં ખરીદાયો, જાણો કેટલા કરોડ મળ્યાં

By GS Team
7 Feb 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ જ વિવાદના કારણે બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી ફણ બહાર થવું પડ્યું છે. BCCIના આદેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સે તેને પોતાની ટીમમાંથી બહાર કરી દીધો હતો. IPL 2026ના ઓક્શનમાં KKRએ તેના પર મોટો દાવ ખેલીને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ મુસ્તફિઝુરે પાકિસ્તાન સુપર લીગમાં જવાનો નિર્ણય લીધો, જ્યાં ઓક્શન પહેલા જ એક ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. જોકે, IPLની તુલનામાં તેની પ્રાઈઝ ખૂબ ઓછી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLમાંથી બહાર કરાયેલા મુસ્તફિઝુર રહેમાનને PSLમાં ખરીદાયો, જાણો કેટલા કરોડ મળ્યાં

Mustafizur Rahman PSL 2026 Salary: બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ જ વિવાદના કારણે બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી ફણ બહાર થવું પડ્યું છે. BCCIના આદેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સે તેને પોતાની ટીમમાંથી બહાર કરી દીધો હતો. IPL 2026ના ઓક્શનમાં KKRએ તેના પર મોટો દાવ ખેલીને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ મુસ્તફિઝુરે પાકિસ્તાન સુપર લીગમાં જવાનો નિર્ણય લીધો, જ્યાં ઓક્શન પહેલા જ એક ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. જોકે, IPLની તુલનામાં તેની પ્રાઈઝ ખૂબ ઓછી છે. 

મુસ્તફિઝુર રહેમાનને PSLમાં ખરીદાયો

પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન માટે 11 ફેબ્રુઆરીના રોજ ઓક્શન થવા જઈ રહ્યો છે. તે પહેલા જ લાહોર કલંદર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પર પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. કલંદર્સે તેને 6.44 કરોડ પાકિસ્તાની રૂપિયાની પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, મુસ્તફિઝુરનો આ ટીમ સાથેનો સંબંધ નવો નથી, આ અગાઉ તે બે સિઝનમાં આ જ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહ્યો છે, જોકે 2016માં ખભાની ઈજાના કારણે તે એક પણ મેચ નહોતો રમી શક્યો. 2018માં તેણે ટીમ માટે પાંચ મેચ રમી હતી, જેમાં 6.43ના ઈકોનોમી રેટથી ચાર વિકેટ ઝડપી હતી.

મુસ્તફિઝુર રહેમાનને KKRએ 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો

મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં રમવાનો હતો અને ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં બે યુવાનોની હત્યા અને લઘુમતીઓ પરના અત્યાચાર બાદ ભારતમાં થયેલા વિરોધને પગલે BCCI એ KKRને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો. મુસ્તફિઝુરને IPL માંથી બહાર કરવાના નિર્ણયથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ત્યાંની સરકાર નારાજ થઈ અને ત્યારબાદ ઘણો વિવાદ થયો, બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને T20 વર્લ્ડ કપમાં રમવા માટે ભારત આવવાનો ઈનકાર કરી દીધો. ICC દ્વારા સમજાવવા છતાં બાંગ્લાદેશ પોતાની જિદ પર અડગ રહ્યું, જેના કારણે ICCએ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. 

આ પણ વાંચો: બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા

 IPLની રકમની તુલનામાં લગભગ 7 કરોડ રૂપિયા ઓછા મળ્યા

હવે તમને લાગી રહ્યું હશે કે આ નુકસાન ઓછું છે, કારણ કે તેને હવે 9.2 કરોડ રૂપિયામાંથી 6.44 કરોડ રૂપિયા મળી રહ્યા છે. પરંતુ આવું નથી, કારણ કે પાકિસ્તાની રૂપિયાની કિંમત ભારતીય રૂપિયા કરતાં ત્રણ ગણી ઓછી છે. તેથી, 6.44 પાકિસ્તાની રૂપિયા ભારતીય ચલણમાં આશરે 2 કરોડ 30 લાખ રૂપિયા બરાબર છે, તેથી મુસ્તફિઝુર રહેમાનને તેના IPLની રકમની તુલનામાં લગભગ 7 કરોડ રૂપિયા ઓછા મળી રહ્યા છે.