કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ઈતિહાસ રચ્યો, ભારતને અપાવ્યો સતત ત્રીજો ગોલ્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Commonwealth Games 2026, Mirabai Chanu Gold Medal : ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલા 48 કિલો વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. ચાનૂએ સ્નેચમાં 85 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 105 કિલો મળીને કુલ 190 કિલો વજન ઊંચક્યું હતું. આ સાથે તેમણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ સિદ્ધિ મેળવી છે. તેમણે આ પહેલાં 2018 અને 2022 ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્નેચમાં બનાવ્યો નવો ગેમ્સ રેકોર્ડ
મીરાબાઈ ચાનૂ માટે સ્નેચ શ્રેણીની શરૂઆત પડકારજનક રહી હતી, જેમાં તેઓ પહેલા પ્રયાસમાં 82 કિલો વજન ઊંચકી શક્યા નહોતા. જોકે, બીજા પ્રયાસમાં તેમણે સફળતાપૂર્વક 82 કિલો વજન ઊંચકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ ત્રીજા પ્રયાસમાં ચાનૂએ 85 કિલો વજન ઊંચકીને પોતાનો જ રેકોર્ડ સુધાર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્નેચ વર્ગમાં 85 કિલો વજન ઊંચકનારા તેઓ પ્રથમ મહિલા વેટલિફ્ટર બન્યા છે.

ક્લીન એન્ડ જર્કમાં બતાવી પકડ
સ્નેચ વર્ગમાં સૌથી આગળ રહ્યા બાદ ચાનૂએ ક્લીન એન્ડ જર્કમાં પણ સક્ષમ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેમણે પોતાના પહેલા જ પ્રયાસમાં 105 કિલો વજન રજિસ્ટર કરાવ્યું હતું. આ સફળ પ્રયાસ સાથે તેમણે કુલ 190 કિલો વજન ઊંચકીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું.

સતત ત્રીજી વાર ભારતનું નામ રોશન કર્યું
મીરાબાઈ ચાનૂએ પોતાની કેટેગરીમાં શરૂઆતથી જ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કુલ 190 કિલોનો સ્કોર કરીને તેમણે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક જીતીને તેમણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ઝંડો લહેરાવ્યો છે.










