સાથી ખેલાડી સાથે અફેરના કારણે લગ્ન તૂટ્યા! વર્લ્ડકપ વિજેતા ખેલાડીની પાર્ટનરનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ashleigh Gardner Monica Wright Separation Cause 2026 : તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ જીતના ઉત્સાહ વચ્ચે એક મોટા અંગત વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટીમની સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર પર તેની અલગ થઈ ગયેલી પાર્ટનર મોનિકા રાઈટે પોતાની જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલ અફેર હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટસ્ફોટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સાથી ક્રિકેટરનું નામ જાહેર કરી દીધું
આ વિવાદની શરૂઆત બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર 'ડેઈલી મેલ'ના એક અહેવાલથી થઈ હતી. અહેવાલમાં દાવો કરાયો હતો કે ઓસ્ટ્રેલિયાની એક સાથી ક્રિકેટર સાથેના કથિત સંબંધોના કારણે એશ્લે ગાર્ડનરના લગ્નજીવનનો અંત આવ્યો છે. જો કે અહેવાલમાં તે ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ, આ અહેવાલ બહાર આવ્યાના થોડા જ સમયમાં ગાર્ડનરની પાર્ટનર મોનિકા રાઈટે ઈન્સ્ટાગ્રામસ્ટોરી પર સીધું જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલનું નામ અને ફોટો શેર કરી દીધો હતો. મોનિકાએ લખ્યું કે મીડિયાનો અહેવાલ ઘણો અસ્પષ્ટ હતો અને ત્યારબાદ તેણે સીધો જ જોર્જિયા વોલ પર પોતાનું ઘર તોડવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ભારતમાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન જ સંબંધો વણસ્યા હતા?
અહેવાલો અનુસાર, એશ્લે ગાર્ડનર અને મોનિકા રાઈટના સંબંધોમાં તિરાડ આ વર્ષે ભારતમાં રમાયેલા મહિલા વનડે વર્લ્ડ કપ દરમિયાન જ પડવાની શરૂ થઈ ગઈ હતી. ટુર્નામેન્ટ દરમિયાન મોનિકા ભારત આવી હતી અને ત્યાં જ ટીમના કેટલાક સભ્યોને એશ્લેના વર્તનમાં બદલાવ દેખાયો હતો. ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ એશ્લેએ મોનિકાને કહ્યું કે હવે તેમના સંબંધોમાં પહેલા જેવું કંઈ રહ્યું નથી. ત્યારબાદ ગત નવેમ્બર મહિનામાં એશ્લે તેનું સિડની સ્થિત ઘર છોડીને ચાલી ગઈ હતી. આ બંને હવે ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ સંબંધો તૂટી ગયા હતા.
ડ્રેસિંગ રૂમમાં પણ ભારે ચર્ચા, બોર્ડે મૌન ધારણ કર્યું
આ અંગત વિવાદ હવે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ચૂક્યો છે. અહેવાલો મુજબ, ટીમની કેટલીક ખેલાડીઓ અલગ થયા બાદ પણ ગાર્ડનરની પાર્ટનર મોનિકા રાઈટના સંપર્કમાં છે. જો કે, આ વિવાદ સામે આવ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ કમ્યુનિકેશન અધિકારીએ માત્ર 'નો કમેન્ટ' કહીને મૌન સાધી લીધું છે. બીજી તરફ, આક્ષેપોનો સામનો કરી રહેલી એશ્લે ગાર્ડનર કે જોર્જિયા વોલે પણ હજુ સુધી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી કોઈ પ્રતિક્રિયા આપી નથી.29 વર્ષની એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી અનુભવી ઓલરાઉન્ડરોમાંની એક છે. તાજેતરમાં જ તેને ટીમની સહ-ઉપકેપ્ટન બનાવવામાં આવી હતી અને તે ભૂતકાળમાં 'ICC વુમન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર' પણ રહી ચૂકી છે.









