Get The App

VIDEO: કુલદીપ યાદવે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી, રોહિત શર્માએ ઉડાવી હતી મજાક

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: કુલદીપ યાદવે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી, રોહિત શર્માએ ઉડાવી હતી મજાક 1 - image

Kuldeep Yadav On Rohit Sharma For DRS Call : સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડે દરમિયાન સ્પિનર ​​કુલદીપ યાદવનો DRS(ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) કોલ પર ચર્ચા કરતો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં રોહિત શર્માએ મજાક ઉડાવતા હસીને DRS કોલ લેવાનો ઇનકાર કરતા જોવા મળે છે. આ વીડિયો વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી વનડેનો છે. કુલદીપ યાદવે તે મેચમાં કુલ ચાર વિકેટ લીધી હતી. મેચ પછી કુલદીપ યાદવે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું કે, 'DRS કોલ અંગેનું મારું મૂલ્યાંકન ઘણીવાર ખોટું હોય છે.'

સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે દરમિયાન રોહિત શર્માએ DRS કોલને લઈને કરેલી વાતચીતની ભારે ચર્ચા થઈ રહી છે. પહેલી સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે હસતાં-હસતાં ઓછામાં ઓછા ત્રણ વખત કુલદીપને અપીલ કરતા અને કેપ્ટન કેએલ રાહુલ પર DRS લેવા માટે દબાણ કરતા અટકાવ્યો હતો.

કુલદીપે શું કહ્યું?

કુલદીપે કહ્યું કે, 'સ્વાભાવિક છે કે DRS કોલ લેવામાં મારુ અનુમાન બરાબર નથી રહેતું. મને લાગે છે કે એક DRS મારી માટે રિઝર્વ રહે છે. એક બોલર તરીકે તમને હંમેશા એવું લાગે છે કે, આ તમારી વિકેટ છે અને તે આઉટ થઈ ગયો છે. પરંતુ રોહિત અને કેએલ સ્ટમ્પ પાછળ છે, તેથી તેમને સારી રીતે ખ્યાલ છે કે બોલ સ્ટમ્પ ચૂકી જશે કે નહીં. તેમને બોલની ઊંચાઈ અને અસરની વધુ સારી સમજ છે. પણ મને હંમેશા લાગે છે કે બેટ્સમેન આઉટ છે.' કુલદીપે આ મેચમાં ચાર વિકેટ લીધી હતી, જેનાથી સાઉથ આફ્રિકાને 270 રનમાં આઉટ કર્યા બાદ ભારતને સરળતાથી ટાર્ગેટ પૂર્ણ કરવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો: 'મને પસ્તાવો પણ માફી નહીં માગુ...', ટીમ ઈન્ડિયાને ઘૂંટણીએ લાવવાના નિવેદન પર દ.આફ્રિકાના હેડ કોચ

તેણે વધુમાં જણાવ્યું કે, 'ફક્ત બે જ DRS હોય છે, તેથી યોગ્ય માર્ગદર્શન માટે આવા લોકોની જરૂર પડે છે. નહીં તો DRSનો વ્યય થઈ શકે છે. તેથી મારે તેમને શ્રેય પણ આપવો જોઈએ કે તેમણે અમને DRSનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું કહ્યું અને એવું ન વિચારો કે અમે તેને બગાડ્યું છે. રોહિત ભાઈ હંમેશા મારી સાથે હોય છે. તેઓ મને પૂછે છે કે લાઇન વિશે મારો શું વિચાર છે. બોલની ઊંચાઈની વાત કરીએ તો, હું તેનો નિર્ણય કરી શકું છું. પરંતુ બોલની લાઇન અને અસર સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણયો છે.'