જોસ બટલરનો મહારેકોર્ડ: T20માં વિકેટકીપિંગનો રચ્યો ઇતિહાસ, ધોનીને પછાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jos Buttler Most Dismissals: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારે રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાયેલી T20 સીરીઝની પ્રથમ મેચ ભલે વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હોય, પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરે આ મેચ દરમિયાન એક ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. જોસ બટલર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર તરીકે 100 શિકાર કરનારો દુનિયાનો માત્ર બીજો અને ઇંગ્લેન્ડનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
આ મુકાબલામાં માત્ર ભારતીય ટીમ જ બેટિંગ કરી શકી હતી, જેમાં શરૂઆતી નબળી શરૂઆત છતાં ભારતે 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ સતત વરસાદ પડતાં ઇંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ શકી નહોતી અને અમ્પાયર્સે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
હર્ષિત રાણાને સ્ટમ્પ આઉટ કરીને રચ્યો ઇતિહાસ
જોસ બટલરે આ ઐતિહાસિક સિદ્ધિ ઇનિંગ્સ દરમિયાન સ્પિનર આદિલ રશીદના બોલ પર ભારતીય ક્રિકેટર હર્ષિત રાણાને સ્ટમ્પ આઉટ કરીને મેળવી હતી. બટલર અગાઉ આ ફોર્મેટમાં 100 શિકારનો આંકડો માત્ર દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક જ પાર કરી શક્યો છે, જેના નામે 117 ડિસમિસલ નોંધાયેલા છે.
આ યાદીમાં ધોની અને ગિલક્રિસ્ટ ઘણાય પાછળ
જોસ બટલરે વિકેટકીપિંગમાં તો કમાલ કર્યો, પરંતુ વરસાદના કારણે તેને બેટિંગ કરવાની તક મળી શકી નહીં. T20I ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરનારા વિકેટકીપર્સની યાદીમાં ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 91 ડિસમિસલ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટ 17 ડિસમિસલ સાથે આ રેસમાં ઘણો પાછળ રહી ગયો છે.
T20Iમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ડિસમિસલ:
ક્રમ | વિકેટકીપરનું નામ (દેશ) | કુલ ડિસમિસલ |
1 | ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) | 117 |
2 | જોસ બટલર (ઇંગ્લેન્ડ) | 100 |
3 | એમ. એસ. ધોની (ભારત) | 91 |
4 | ઇરફાન કરીમ (કેન્યા) | 90 |
5 | ડિડિયર ન્ડિકુબવિમાના (રવાન્ડા) | 89 |
6 | સ્કોટ એડવર્ડ્સ (નેધરલેન્ડ) | 80 |
ભારતીય ઇનિંગ્સ: ઇશાન કિશન શૂન્ય રને આઉટ, અય્યર-અભિષેકની શાનદાર બેટિંગ
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સંજુ સેમસન ફરી એકવાર ફ્લોપ રહ્યો અને માત્ર 1 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે ઇશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ રનઆઉટ થઈ ગયો હતો.
જોકે, ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને ઓપનર અભિષેક શર્માએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર 38 બોલમાં 82 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 24 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 59 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન અય્યરે 47 બોલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું.
મિડલ ઓર્ડરમાં તિલક વર્મા 13 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ તોફાની અંદાજમાં બેટિંગ કરતા માત્ર 21 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 42 રન ફટકારીને ટીમના સ્કોરને 189 સુધી પહોંચાડ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આદિલ રશીદ અને સેમ કરનને 1-1 વિકેટ મળી હતી.









