Sports

સચિન તેંડુલકરનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો દિગ્ગજ ઈંગ્લિશ બેટરે, 3 મહાન ખેલાડી પાછળ થયા

By GS Team
1 Dec 20242 mins read
This article was originally published on 1 Dec 2024
TukuTouch Logo
ઈંગ્લેન્ડના બેટર જો રૂટ જે પણ ટેસ્ટ મેચ રમી રહ્યો છે તેમાં તે કોઈને કોઈ રેકોર્ડ અથવા વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે. એક સમયે આ સ્થિતિ સચિન તેંડુલકરની હતી. હવે ઈંગ્લેન્ડના બેટર જો રૂટે સચિન તેંડુલકરના એક પછી એક ઘણાં રેકોર્ડ તોડવા લાગ્યા છે. તેમણે રવિવારે (પહેલી ડિસેમ્બર) ન્યુઝીલેન્ડ સામે શાનદાર ઈનિંગ રમી અને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમણે એક જ મેચમાં ત્રણ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સચિન તેંડુલકરનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો દિગ્ગજ ઈંગ્લિશ બેટરે, 3 મહાન ખેલાડી પાછળ થયા

Joe Root World Record: ઈંગ્લેન્ડના બેટર જો રૂટ જે પણ ટેસ્ટ મેચ રમી રહ્યો છે તેમાં તે કોઈને કોઈ રેકોર્ડ અથવા વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે. એક સમયે આ સ્થિતિ સચિન તેંડુલકરની હતી. હવે ઈંગ્લેન્ડના બેટર જો રૂટે સચિન તેંડુલકરના એક પછી એક ઘણાં રેકોર્ડ તોડવા લાગ્યા છે. તેમણે રવિવારે (પહેલી ડિસેમ્બર) ન્યુઝીલેન્ડ સામે શાનદાર ઈનિંગ રમી અને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમણે એક જ મેચમાં ત્રણ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

જો રૂટની તોફાની ઇનિંગ રમી

જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. તેમણે  ન્યુઝીલેન્ડ સામે 15 બોલમાં 23 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે તેમણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, તેની ટીમના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. ક્રાઇસ્ટચર્ચમાં ચોથી ઇનિંગમાં જો રૂટના ટેસ્ટ 1607 રન હતા, જે આ મેચ પછી વધીને 1630 રન થઈ ગઈ હતી.

આ મેચમાં પાંચ રન બનાવતાની સાથે જ જો રૂટ ગ્રીમ સ્મિથ અને એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધો હતો. 19 રન બનાવતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો હતો. અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ સચિન તેંડુલકરના નામે નોંધાયેલી હતી. તેમણે ચોથી ઈનિંગમાં 1625 રન બનાવ્યા હતા, પરંતુ ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં જો રૂટના રનની સંખ્યા વધીને 1630 થઈ ગઈ છે. આ દરમિયાન ગ્રીમ સ્મિથ અને કૂકે પોતપોતાની ટીમો માટે 1611-1611 રન બનાવ્યા છે, જ્યારે શિવનારાયણ ચંદ્રપોલે 1580 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: માર્નસ લાબુશેનને એડિલેડ ટેસ્ટથી બહાર કરો, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરની માગથી આશ્ચર્ય


ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન

•1630 રન - જો રૂટ

•1625 રન - સચિન તેંડુલકર

•1611 રન - એલિસ્ટર કૂક

•1611 રન - ગ્રીમ સ્મિથ

•1580 રન - શિવનારાયણ ચંદ્રપોલ