Sports

ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ પાછળનું દર્દ: ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ અકસ્માતમાં બહેન ગુમાવી

By GS Team
9 Mar 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જીત ઈશાન કિશન માટે ભાવનાત્મક રીતે ખૂબ જ કપરું હતું. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 25 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમનાર ઈશાને મેચ બાદ તેણે જણાવ્યું કે, 'ફાઈનલના માત્ર એક દિવસ પહેલા જ તેણે તેની પિતરાઈ બહેનને એક કાર અકસ્માતમાં ગુમાવી હતી.'

Summarized by AI; it may make mistakes. Check important info

ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ પાછળનું દર્દ: ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ અકસ્માતમાં બહેન ગુમાવી

Ishan Kishan Emotional Story: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જીત ઈશાન કિશન માટે ભાવનાત્મક રીતે ખૂબ જ કપરું હતું. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 25 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમનાર ઈશાને મેચ બાદ તેણે જણાવ્યું કે, 'ફાઈનલના માત્ર એક દિવસ પહેલા જ તેણે તેની પિતરાઈ બહેનને એક કાર અકસ્માતમાં ગુમાવી હતી.'

વ્યક્તિગત આઘાત છતાં દેશને રાખ્યો સર્વોપરી

મેચ બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઈશાને જણાવ્યું કે, 'શનિવારે (7 માર્ચ) મારી બહેનનું અકસ્માતમાં અવસાન થયું હતું. હું ખૂબ જ આઘાતમાં હતો, પણ હાર્દિક ભાઈએ મને હિંમત આપી અને કહ્યું કે ટીમને પ્રાથમિકતા આપો. આજે મહિલા દિવસ (આઠમી માર્ચ) પણ છે, એટલે મેં આ જીત મારી બહેનને સમર્પિત કરી છે.' તેણે માત્ર બેટિંગ જ નહીં, પરંતુ વિકેટ પાછળ પણ બે શાનદાર કેચ ઝડપીને પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાબિત કરી હતી.

વર્લ્ડ કપ માટે સૂર્યકુમાર યાદવ સાથેની વાતચીતને યાદ કરતાં  ઇશાન કિશને કહ્યું કે, 'જ્યારે સૂર્યભાઈએ ફોન કર્યો, ત્યારે મેં સ્ક્રીનશોટ લીધો અને વિચાર્યું કે તે વર્લ્ડ કપ માટે છે. તેમણે પૂછ્યું કે શું હું વર્લ્ડ કપ જીતીશ. મેં કહ્યું, 'શું તમે મારા પર વિશ્વાસ કરશો?' તેમણે કહ્યું, 'ઠીક છે, મેં કરી બતાવ્યું.'

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીત્યાં બાદ ટ્રોફી સાથે સૂર્યા હનુમાન મંદિરે પહોંચ્યો, કોચ ગંભીર પણ સાથે દેખાયા

વર્લ્ડ કપમાં ઈશાનનું શાનદાર પુનરાગમન

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા ઈશાન કિશન માટે આ ટૂર્નામેન્ટ યાદગાર રહી છે. ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે, તેણે 9 ઇનિંગ્સમાં 35.22ની સરેરાશથી 317 રન ફટકાર્યા.  આખી ટૂર્નામેન્ટમાં તેણે 193.29ના આક્રમક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી.

ઉલ્લેખનીય છે કે, ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જિતાડ્યા બાદ ભારતીય ટીમમાં પરત ફરેલા આ ખેલાડીએ સાબિત કરી દીધું કે તે માનસિક રીતે કેટલો મજબૂત છે.