ભારતીય યુવતીના પ્રેમમાં ગાંડો થયો ઈંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર, ગુપચુપ ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jacob Bethell Dating : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી જેકબ બેથલ (Jacob Bethell) એક ભારતીય યુવતીને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે તેમનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે, ક્રિકેટરની રિલેશનશિપના સમાચારો પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. અહેવાલો અનુસાર, જેકબ એક ભારતીય મેકઅપ આર્ટિસ્ટને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જેકબનો એક યુવતી સાથેનો રોમેન્ટિક ફોટો વાયરલ થયા બાદ તેમની લવ લાઈફ હેડલાઈન્સમાં આવી ગઈ છે.
કોના પ્રેમમાં છે જેકબ?
વાયરલ ફોટોમાં ક્રિકેટર જેકબ બેથલ એક યુવતી સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. જો કે, આ તસવીરમાં યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. આ વાયરલ ફોટોએ ફેન્સ વચ્ચે ભારે ઉત્તેજના જગાવી છે, અને ફેન્સ એ જાણવા આતુર છે કે, તસવીરમાં જેકબ સાથે દેખાતી યુવતી કોણ છે?
સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, જેકબ બેથલ ભારતીય યુવતીના પ્રેમમાં પાગલ છે. ઘણા લોકોનું માનવું છે કે, તસવીરમાં દેખાતી યુવતી મુંબઈની જાણીતી સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અંકિતા પટેલ (Ankita Patel) છે. અંકિતા શિલ્પા શેટ્ટી, પલક તિવારી અને હિના ખાન જેવી સેલિબ્રિટીઝ સાથે કામ કરી ચૂકી છે. આ 22 વર્ષીય ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે IPLમાં RCB માટે અને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, આ અફવાઓ પર જેકબ કે અંકિતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો : પ્રિયંકા 'વારાણસી' ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
આધ્યા આનંદ સાથે પણ જોડાયું નામ
અંકિતા સિવાય જેકબનું નામ ભારતીય અભિનેત્રી આધ્યા આનંદ (Aadhya Anand) સાથે પણ જોડાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સનો દાવો છે કે, IPL દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા, અને જેકબ આધ્યાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ લાઈક કરે છે. હવે આ વાયરલ સમાચારોમાં કેટલું તથ્ય છે તે ખુદ જેકબ જ જણાવી શકે છે.









