Get The App

IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ 15 હજાર કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ 15 હજાર કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી 1 - image

IPL Team Rajasthan Royals Sale: ટૂંક સમયમાં IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાણીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે 15286 કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલની આ સૌથી મોટી ડીલ હતી પરંતુ ત્યારબાદ RCB વેચાતા હવે તેણે RRનો રેકોર્ડ તોડ્યો છે.

રિપોર્ટ મુજબ, કાલ સોમાણી (Kal Somani) આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો 1.63 બિલિયન ડૉલર (લગભગ 15,286 કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.

સોમાણીનું 2021થી રાજસ્થાન રોયલ્સમાં રોકાણ

નોંધનીય છે કે કાલ સોમાણી વર્ષ 2021થી રાજસ્થાન રોયલ્સમાં રોકાણ કરી રહ્યા હતા. આ લીગના ભવિષ્ય અંગે તેઓ હંમેશા આશાવાદ વ્યક્ત કરતા આવ્યા છે. સોમાણી મોટર સિટી ગોલ્ફ ક્લબના સહ-માલિક હોવાની સાથે અન્ય સ્પોર્ટ્સ લીગમાં પણ રોકાણ ધરાવે છે. હવે તેમના આગમનથી રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ અને વ્યૂહનીતિમાં કેવા ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે.

કાલ સોમાણી કોણ છે?

કાલ સોમાણી ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI)ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાણીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ (Walmart) ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોન (Rob Walton)નો સપોર્ટ છે. આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ (Detroit Lions) ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાણીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ 2026 પછી જોવા મળશે.

આ પણ વાંચો : IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

રાજસ્થાન રોયલ્સ IPLની પ્રથમ વિજેતા ટીમ

IPLમાં રાજસ્થાન રૉયલ્સના સફરની વાત કરીએ તો, 2008માં IPLની શરૂઆત થઈ, ત્યારે રાજસ્થાન રોયલ્સ જ પહેલી ચેમ્પિયન બની હતી. આ વખતે રાજસ્થાને આઈપીએલ-2026માં મોટો ફેરફાર કર્યો છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે બહાર છે, તેથી હવે તેના સ્થાને શ્રીલંકન ઓલરાઉન્ડર દાનુસ શનાકાને ટીમમાં સામેલ કરાયો છે. શનાકાને બે કરોડ રૂપિયામાં રિપ્લેસમેન્ટ તરીકે લેવાયો છે.

આ પણ વાંચો : જીતવા માટે વધુ પડતા કઠોર થવાની જરૂર નથી!, ગૌતમ ગંભીરને 'દાદા'ની ટકોર