Sports

IPL ના સંસ્થાપક અને ભાગેડું લલિત મોદીને બ્રિટને નાગરિકતા આપી, ઓક્સફોર્ડ યુનિવર્સટીમાં કહ્યું- હવે UK જ મારું ઘર

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
IPLના સ્થાપક અને ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી છે. 14 નવેમ્બરે ઓક્સફોર્ડ યુનિયનમાં તેમણે જણાવ્યું કે, 15 સપ્ટેમ્બર 2026ના રોજ તેમને બ્રિટનની નાગરિકતા મળી. મોદીએ તેને ગર્વની ક્ષણ ગણાવી અને 'X' પર બ્રિટિશ રાજપરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો. 2010થી તેઓ લંડનમાં વસવાટ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL ના સંસ્થાપક અને ભાગેડું લલિત મોદીને બ્રિટને નાગરિકતા આપી, ઓક્સફોર્ડ યુનિવર્સટીમાં કહ્યું- હવે UK જ મારું ઘર

Lalit Modi now UK Citizen | ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક અને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. શનિવારે 14 નવેમ્બરના રોજ ઓક્સફોર્ડ યુનિયનમાં સંબોધન દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે 15 સપ્ટેમ્બર 2026 ના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં એક વિશેષ સમારોહમાં તેમને બ્રિટનની નાગરિકતા મળી હતી. લલિત મોદીએ તેને પોતાના જીવનની ગર્વની ક્ષણ અને એક નવા અધ્યાયની શરૂઆત ગણાવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી શેર કરતા લલિત મોદીએ લખ્યું કે, બ્રિટન વર્ષોથી મારું ઘર રહ્યું છે અને હું અહીંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યોનું ઊંડું સન્માન કરું છું. બ્રિટિશ નાગરિક બનવું એ મારા માટે સન્માન અને જવાબદારી બંને છે, અને હવે જે દેશને હું ગર્વથી મારું ઘર કહી રહ્યો છું તેના માટે સકારાત્મક યોગદાન આપવા તત્પર છું. બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસના અવસરે આ જાહેરાત કરતા તેમણે પોસ્ટના અંતે 'ગોડ સેવ ધ કિંગ' લખીને બ્રિટિશ રાજપરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લલિત મોદીને વર્ષ 2008 માં IPL ની શરૂઆત કરવાનો અને તેને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જ્યાં તેમણે પ્રથમ ચેરમેન અને કમિશનર તરીકે કામ કર્યું હતું. જોકે, IPL ના શરૂઆતના વર્ષો બાદ કથિત નાણાકીય અનિયમિતતાઓના કેસમાં તપાસ શરૂ થતાં તેઓ વર્ષ 2010 માં ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા અને ત્યારથી લંડનમાં જ વસવાટ કરી રહ્યા છે.

લલિત મોદીએ કેટલા કરોડનું કૌભાંડ કર્યું હતું?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ મુજબ, લલિત મોદી સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘન હેઠળ અંદાજે 1,975 કરોડ રૂપિયાના કૌભાંડના ચાર મુખ્ય કેસ નોંધાયેલા છે. આ કૌભાંડમાં સૌથી મોટો હિસ્સો વર્ષ 2009 માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી IPL ની બીજી સીઝન માટે RBI ની મંજૂરી વગર 1,350 કરોડ રૂપિયા વિદેશ મોકલવા અને તેની વિદેશી કમાણી ભારત પરત ન લાવવાનો છે. આ ઉપરાંત, મોરેશિયસ સ્થિત વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ (WSG) ને નિયમો નેવે મૂકીને ટેલિકાસ્ટ કોન્ટ્રાક્ટ આપી 425 કરોડ રૂપિયાની 'ફેસિલિટેશન ફી' ની ગેરરીતિ, 2008 ની પ્રથમ સીઝનમાં ખેલાડીઓની ગેરંટી પેટે 160 કરોડ રૂપિયા અને વિદેશી કન્સલ્ટન્સી પેમેન્ટમાં 88.5 કરોડ રૂપિયાના નિયમભંગનો સમાવેશ થાય છે. આ મામલે ED દ્વારા 15 જેટલી કારણદર્શક નોટિસ મોકલવા છતાં તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો, તેમજ BCCI ના પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન દ્વારા ચેન્નાઈમાં નોંધાવાયેલી ફરિયાદના આધારે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે.