Sports

IPL 2027 Auction : ત્રણ વર્ષ પછી ભારતમાં યોજાશે IPL ઓક્શન, સ્થળ અને તારીખ જાહેર

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
IPL 2027ની 20મી સીઝન માટે મોટા સમાચાર છે. 3 વર્ષ બાદ ખેલાડીઓની હરાજી ફરી ભારતમાં યોજાશે. IPL ચેરમેન અરુણ સિંહ ધૂમલે જાહેરાત કરી કે, આગામી મિની-ઓક્શન ગોવામાં 15 થી 16 ડિસેમ્બરની આસપાસ યોજાશે. આ મિની-ઓક્શન માત્ર 1 દિવસ ચાલશે, જેમાં 10 ફ્રેન્ચાઈઝીઓ ખાલી સ્લોટ્સ ભરવા બોલી લગાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2027 Auction : ત્રણ વર્ષ પછી ભારતમાં યોજાશે IPL ઓક્શન, સ્થળ અને તારીખ જાહેર

IPL 2027 Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 20મી સીઝનને લઈને ક્રિકેટ રસિકો માટે મોટા અને સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી વિદેશની ધરતી પર યોજાતી આઈપીએલ ખેલાડીઓની હરાજી આખરે ફરી ભારતમાં પરત ફરી રહી છે. આઈપીએલના ચેરમેન અરુણ સિંહ ધૂમલે મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે આગામી મિની-ઓક્શનનું આયોજન ગોવામાં કરવામાં આવશે. આ સાથે જ તેમણે આ હરાજી કઈ તારીખે યોજાશે તે અંગે પણ મહત્વની વિગતો આપી છે.

ક્યા અને કઈ તારીખે યોજાશે ઓક્શન?

ધૂમલના જણાવ્યા અનુસાર, હરાજી માટે ડિસેમ્બર મહિનાની તારીખો પર વિચારણા કરવામાં આવી છે અને તેનું આયોજન 15 થી 16 ડિસેમ્બરની આસપાસ થવાની પૂરી શક્યતા છે. આ એક મિની-ઓક્શન હોવાથી ખેલાડીઓ પર બોલી લગાવવાની સમગ્ર પ્રક્રિયા માત્ર 1 જ દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

ત્રણ વર્ષ બાદ વિદેશથી ભારતમાં ઓક્શનની વાપસી

આઈપીએલની છેલ્લી ત્રણ હરાજીઓ દેશ બહાર યોજાઈ હતી, જેમાં દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબીએ તેની યજમાની કરી હતી. ચેરમેન અરુણ ધૂમલે સ્પષ્ટ કર્યું કે, બોર્ડે ખૂબ વિચારીને આ વખતે હરાજીને ફરીથી ભારતમાં લાવવાનો મક્કમ નિર્ણય કર્યો છે. ડિસેમ્બર મહિનામાં દેશભરમાં લગ્નસરાની મોસમ હોવાથી મોટા શહેરોમાં હોટલો અને સ્થળોની ભારે માગ રહે છે, પરંતુ મિની-ઓક્શનનું કદ નાનું હોવાના કારણે ગોવાને આ ઈવેન્ટ માટે યોગ્ય સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

શા માટે માત્ર 1 જ દિવસ ચાલશે આ પ્રક્રિયા?

મેગા ઓક્શનમાં સેંકડો ખેલાડીઓ મેદાનમાં હોવાથી હરાજી બે દિવસ સુધી ચાલે છે, પરંતુ મિની-ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની મુખ્ય ટીમને જાળવી રાખીને માત્ર પોતાની જરૂરિયાત મુજબના મર્યાદિત ખાલી સ્લોટ્સ જ ભરવાના હોય છે. ટૂર્નામેન્ટની તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ આ ખાલી જગ્યાઓ ભરવા માટે બોલી લગાવશે, જેમાં દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓ પર ફરી એકવાર કરોડો રૂપિયાનો વરસાદ જોવા મળશે.