Sports

RR vs SRH : હૈદરાબાદને હરાવી રાજસ્થાનની ક્વોલિફાયર-2માં એન્ટ્રી, હવે ગુજરાત સાથે થશે મુકાબલો

By GS Team
27 May 20266 mins read
TukuTouch Logo
આઈપીએલ-2026માં આજે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રૉયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ક્વોલિફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની વિસ્ફોટ બેટિંગની મદદથી રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 243 રન નોંધાવ્યા હતા, જેની સામે હૈદરાબાદની ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ફાઈનલમાં એન્ટ્રી માટે રાજસ્થાનની ક્વોલિફાયર-2માં ગુજરાત સામે મેચ રમાશે. આ મેચ 29મીએ રમવાની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RR vs SRH : હૈદરાબાદને હરાવી રાજસ્થાનની ક્વોલિફાયર-2માં એન્ટ્રી, હવે ગુજરાત સાથે થશે મુકાબલો

IPL 2026, Rajasthan Royals vs Sunrisers Hyderabad Eliminator Match : આઈપીએલ-2026માં આજે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રૉયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ક્વોલિફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની વિસ્ફોટ બેટિંગની મદદથી રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટે 243 રન નોંધાવ્યા હતા, જેની સામે હૈદરાબાદની ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ફાઈનલમાં એન્ટ્રી માટે રાજસ્થાનની ક્વોલિફાયર-2માં ગુજરાત સામે મેચ રમાશે. આ મેચ 29મીએ રમવાની છે.

વૈભવની તોફાની બેટિંગ

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સ દરમિયાન ઓપનર વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરીને માત્ર 29 બોલમાં 21 સિક્સ અને 5 ફોર ની મદદથી ધમાકેદાર 97 રન નોંધાવ્યા હતા, જોકે તેઓ માત્ર 3 રન માટે પોતાની સદી ચૂકી ગયા હતા. બીજા ઓપનર યશસ્વી જાયસ્વાલે 29 બોલમાં 4 ફોર ફટકારીને 29 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે શાનદાર પ્રદર્શન કરતા 21 બોલમાં 3 સિક્સ અને 5 ફોરની મદદથી 50 રન એટલે કે અર્ધસદી ફટકારી હતી. કેપ્ટન રિયાન પરાગે 12 બોલમાં 2 સિક્સ અને 2 ફોર સાથે 26 રનનું યોગદાન આપ્યું હતું. લોઅર ઓર્ડરમાં ડોનોવન ફરેરાએ 9 બોલમાં 1 ફોર સાથે 12 રન, દાસુન શનાકાએ 3 બોલમાં 1 ફોર સાથે 5 રન અને જોફ્રા આર્ચરે 5 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 9 બોલમાં 1 ફોર ફટકારીને 12 રને અણનમ રહ્યા હતા, જ્યારે નાન્દ્રે બર્ગરે 1 બોલમાં 1 રન બનાવ્યો હતો અને સુશાંત મિશ્રા 3 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યા હતા.

પ્રફુલ હિંગની ત્રણ વિકેટ

હૈદરાબાદ સામેની આ મેચમાં રાજસ્થાનના બેટ્સમેનોએ હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે પોતાની 4 ઓવરમાં સૌથી વધુ 64 રન લૂંટાવ્યા હતા Corporate અને તેને કોઈ સફળતા મળી ન હતી. આ સિવાય સાકિબ હુસૈને 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. પ્રફુલ હિંગે સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાન મલિંગાએ 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ, શિવાંગ કુમારે 2 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

હૈદરાબાદના બેટરોનું કંગાળ પ્રદર્શન

અભિષેક શર્મા 2 બોલમાં 0 ફોર અને 0 સિક્સ સાથે 0 રને આઉટ થયા. ટ્રેવિસ હેડે 8 બોલમાં 2 ફોર અને 1 સિક્સ ફટકારીને 17 રન બનાવ્યા. ઇશાન કિશને 11 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 33 રન નોંધાવ્યા. રવિચંદ્રન સ્મરણ 4 બોલમાં 0 ફોર અને 0 સિક્સ સાથે 1 રને આઉટ થયા. હેનરિક ક્લાસેને 10 બોલમાં 2 ફોર and 1 સિક્સ સાથે 18 રન કર્યા. નીતીશ કુમાર રેડ્ડીએ 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સ ફટકારીને 38 રનનું યોગદાન આપ્યું. સલીલ અરોડાએ 21 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 35 રન બનાવ્યા. પેટ કમિન્સ 2 બોલમાં 0 ફોર અને 0 સિક્સ સાથે 1 રને આઉટ થયા. શિવાંગ કુમારે 24 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 27 રન કર્યા. ઇશાન મલિંગા 8 બોલમાં 0 ફોર અને 0 સિક્સ સાથે 5 રને આઉટ થયા અને સાકિબ હુસૈન 7 બોલમાં 1 ફોર અને 0 સિક્સ ફટકારીને 5 રને અણનમ રહ્યા.

આ પણ વાંચો : VIDEO: વૈભવ સૂર્યવંશી સદી ચૂકી જતાં ઈમોશનલ થયો, કાવ્યા મારનની પ્રતિક્રિયા ચાહકોને ખટકી

જોફ્રા આર્ચરની 3 વિકેટ

આ મેચમાં બોલિંગ કાર્ડ પર નજર કરીએ તો જોફ્રા આર્ચર થોડો મોંઘો સાબિત થયો હતો, તેણે પોતાની 4 ઓવરમાં 58 રન લૂંટાવ્યા હતા પરંતુ સાથે જ સૌથી વધુ 3 મહત્વની વિકેટ પણ ઝડપી હતી. જ્યારે નાન્દ્રે બર્ગરે શાનદાર પ્રદર્શન કરતા 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ મેળવી હતી. રવીન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને સુશાંત મિશ્રાએ 2.2 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી ટીમને મજબૂતી અપાવી હતી. આ સિવાય યશ રાજ પુંજાએ 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી હતી, જ્યારે બ્રિજેશ શર્માએ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.

વૈભવે પ્લેઓફમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી સુરેશ રૈનાની બરાબરી કરી

IPL પ્લેઓફના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાના મામલે વૈભવ સૂર્યવંશીએ પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના 12 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વૈભવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુલ્લાનપુર ખાતે રમાયેલી પ્લેઓફ મેચમાં માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પહેલા વર્ષ 2014માં સુરેશ રૈનાએ પંજાબ સામે વાનખેડે સ્ટેડિયમમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ યાદીમાં 17 બોલ સાથે એડમ ગિલક્રિસ્ટ ત્રીજા સ્થાને અને 20 બોલ સાથે એમએસ ધોની ચોથા ક્રમે છે.

આ પણ વાંચો : SRH સામે વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ, સદી ચૂક્યો પણ રેકોર્ડ્સના કર્યા ઢગલા

ક્રિસ ગેલનો એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સરનો મોટો રેકોર્ડ ધ્વસ્ત

વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં શાનદાર બેટિંગ કરતા 11 સિક્સર ફટકારી હતી, જેના કારણે તે IPL પ્લેઓફની એક મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તેણે ચાલુ આઈપીએલ 2026ની સિઝનમાં પોતાની કુલ સિક્સરની સંખ્યા 61 પર પહોંચાડી દીધી છે. આમ કરીને તેણે વર્ષ 2012માં ક્રિસ ગેલે નોંધાવેલા 59 સિક્સરના ઐતિહાસિક રેકોર્ડને તોડી નાખ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને આન્દ્રે રસેલ (52 સિક્સર, વર્ષ 2019) છે.

પાવરપ્લે ઓવરોમાં રાજસ્થાન રોયલ્સનો ચોથો સૌથી મોટો સ્કોર

મેચની શરૂઆતમાં ઓપનિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે પાવરપ્લે (પહેલી 6 ઓવર)માં વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાને કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 6 ઓવરમાં 80 રન બોર્ડ પર લગાવી દીધા હતા. આ સ્કોર સાથે આઈપીએલ પ્લેઓફ અથવા નોકઆઉટ મેચોના ઇતિહાસમાં પાવરપ્લે દરમિયાન બનેલો આ ચોથો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ યાદીમાં વર્ષ 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ સામે પાવરપ્લેમાં બનાવેલા 100 રન હજુ પણ પ્રથમ સ્થાને છે.

એક જ સિઝનના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ આ આઈપીએલ સિઝનની પાવરપ્લે ઓવરોમાં વિરોધી બોલરો પર આક્રમણ કરીને કુલ 490 રન ફટકાર્યા છે. આ સાથે તે આઈપીએલની કોઈપણ એક સિઝનના પાવરપ્લે (1 થી 6 ઓવર)માં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના 467 રન (વર્ષ 2016) અને ટ્રેવિસ હેડના 402 રન (વર્ષ 2024)ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો : IPL-2026ની ફાઈનલમાં પહોંચી બેંગલુરુની ટીમ, 92 રને હારેલી ગુજરાત ટાઈટન્સને વધુ એક તક

20થી ઓછા બોલમાં ફિફ્ટી અને ઓરેન્જ કેપની રેસમાં મોટો દાવેદાર

પોતાની કારકિર્દીની બીજી જ આઈપીએલ સિઝન રમી રહેલા વૈભવે અત્યાર સુધી 5 વખત 20 કે તેથી ઓછા બોલમાં અર્ધસદી ફટકારવાનું કારનામું કર્યું છે. આ યાદીમાં તે 6 વખત આ સિદ્ધિ મેળવનાર અભિષેક શર્મા બાદ બીજા ક્રમે સંયુક્ત રીતે નિકોલસ પૂરન સાથે આવી ગયો છે. આ સિવાય તે પાવરપ્લેમાં 5 વખત 50થી વધુનો સ્કોર બનાવી ડેવિડ વોર્નર (6 વખત) બાદ બીજા સ્થાને છે. આ શાનદાર ફોર્મના કારણે 15 મેચમાં 680 રન સાથે સાઈ સુદર્શનને પાછળ છોડીને તે આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાનો પ્રબળ દાવેદાર બની ગયો છે.

બંને ટીમોની પ્લેઈંગ-ઈલેવન

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઈલેવન : યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઈલેવન : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતીશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે.