Get The App

SRH સામે વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ, સદી ચૂક્યો પણ રેકોર્ડ્સના કર્યા ઢગલા

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
SRH સામે વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ, સદી ચૂક્યો પણ રેકોર્ડ્સના કર્યા ઢગલા 1 - image

Vaibhav Sooryavanshi Record: યુવા વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત રેકોર્ડ્સના ઢગલા કરી દીધા! RRની ટીમ માટે ઓપનર તરીકે તેણે પ્લેઓફમાં SRH સામેની મેચમાં માત્ર 16 બોલમાં અર્ધી સદી ફટકારી. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી, 16 બોલમાં ફિફ્ટી ફટકારવાના રેકોર્ડ મામલે તેણે રૈનાની બરાબરી કરી છે. આ સિઝનમાં કુલ 61 સિક્સ ફટકારી એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સના ક્રિસ ગેલ (59)ના રેકોર્ડને તોડી નાખ્યો. આટલું જ નહીં પોતાની બીજી જ IPL સિઝનમાં તેણે 5 વખત 20થી ઓછા બોલમાં અર્ધી સદી ફટકારી છે. હવે આ મામલે તે અભિષેક શર્મા (6) બાદ બીજા ક્રમે છે. વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ મેળવવાનો પણ પ્રબળ હકદાર માનવામાં આવે છે.

વૈભવ સૂર્યવંશીએ કર્યા રેકોર્ડ્સના ઢગલા

1. IPL પ્લેઓફમાં સૌથી ઝડપી, 16 બોલમાં ફિફ્ટી ફટકારવાના રેકોર્ડ મામલે તેણે રૈનાની બરાબરી કરી છે. 

2. આ સિઝનમાં કુલ 65 સિક્સ ફટકારી એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સના ક્રિસ ગેલ (59)ના રેકોર્ડને તોડી નાખ્યો. 

3. પોતાની બીજી જ IPL સિઝનમાં તેણે 5 વખત 20થી ઓછા બોલમાં અર્ધી સદી ફટકારી છે. હવે આ મામલે તે અભિષેક શર્મા (6) બાદ બીજા ક્રમે છે. 

4. IPL પ્લેઓફની એક મચમાં સૌથી વધુ 11 સિક્સ ફટકારી ગેલનો 10 સિક્સનો રેકોર્ડ તોડ્યો! કોઈ એક ઇનિંગમાં 10થી વધુ સિક્સ ફટકારવાના મામલે ગેલની બરાબરી કરી અને 4 વખત IPLમાં આ કારનામું કરી બતાવ્યું!

5. વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં ઓરેન્જ કેપ મેળવવાનો પણ પ્રબળ હકદાર માનવામાં આવે છે. કારણ કે 15 મેચમાં કુલ 680 રન બનાવી સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો છે.

IPL નોકઆઉટ/પ્લેઓફમાં સૌથી ઝડપી 50 રન (બોલના આધારે)

16 - એસ રૈના vs PBKS, વાનખેડે, 2014

16 - વી સૂર્યવંશી vs SRH, મુલ્લાનપુર, 2026*

17 - એ ગિલક્રિસ્ટ vs DC, સેન્ચુરિયન, 2009

20 - એમએસ ધોની vs MI, બેંગલુરુ, 2012

21 - ડ્વેન સ્મિથ vs CSK, દિલ્હી, 2013

21 - વી સેહવાગ vs CSK, વાનખેડે, 2014

21 - આર પાટીદાર vs GT, ધર્મશાલા, 2026

એક IPL સીઝનમાં સૌથી વધુ સિક્સર

61* - વૈભવ સૂર્યવંશી (2026)

59 - ક્રિસ ગેલ (2012)

52 - આન્દ્રે રસેલ (2019)

51 - ક્રિસ ગેલ (2013)

45 - જોસ બટલર (2022)

IPL નોકઆઉટ/પ્લેઓફમાં સૌથી વધુ પાવરપ્લે ટોટલ

100/2 - CSK vs PBKS, વાનખેડે, 2014

84/1 - Deccan vs DC, સેન્ચુરિયન, 2009

80/0 - RR vs SRH, મુલ્લાનપુર, 2026*

79/0 - MI vs GT, મુલ્લાનપુર, 2025

76/1 - RCB vs GT, ધર્મશાલા, 2026

એક IPL સીઝનમાં પાવરપ્લે (1-6 ઓવર)માં સૌથી વધુ રન

490 - વૈભવ સૂર્યવંશી (2026)*

467 - ડેવિડ વોર્નર (2016)

402 - ટ્રેવિસ હેડ (2024)

402 - સાઈ સુદર્શન (2025)

382 - એડમ ગિલક્રિસ્ટ (2009)

IPLમાં 20થી ઓછા બોલમાં સૌથી વધુ 50 રન

6 - અભિષેક શર્મા

5 - નિકોલસ પૂરન

5 - વૈભવ સૂર્યવંશી*

IPLમાં પાવરપ્લે (1-6 ઓવર) દરમિયાન સૌથી વધુ 50+ સ્કોર

6 - ડેવિડ વોર્નર

5 - વૈભવ સૂર્યવંશી

4 - ટ્રેવિસ હેડ