Ahmedabad

અમદાવાદ: પરમિટ વગર કફ સીરપની હેરાફેરી કરતા બે યુવકની ધરપકડ, 61 બોટલ જપ્ત

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ SOGએ પરમિટ વિના કફ સિરપની હેરાફેરી કરતા 2 યુવકોને ઝડપી પાડ્યા છે. દાણીલીમડા-પીરાણા રોડ પરથી બિલાલુદ્દીન શેખ અને રોહિલ સૈયદ નામના યુવકો પાસેથી ₹12,810ની 61 બોટલ કફ સિરપ જપ્ત કરાઈ છે. પોલીસે કુલ ₹61,510નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પરમિટ વગર કફ સીરપની હેરાફેરી કરતા બે યુવકની ધરપકડ, 61 બોટલ જપ્ત

Ahmedabad News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ(SOG)એ પરમિટ વગર કથિત રીતે કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની હેરાફેરી મામલે બે યુવકની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે ગુરુવારે(24 સપ્ટેમ્બર) કફ સિરપની 61 બોટલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરમિટ વગર કફ સિરપની હેરાફેરી કરતા બે યુવકની ધરપકડ

અમદાવાદ SOG પોલીસે બાતમીના આધારે દાણીલીમડા–પીરાણા પીપળજ રોડ પર લકી બેકરી સામેના એક કાચા રસ્તા નજીક આરોપીઓને આંતર્યા હતા. આરોપીઓની ઓળખ વેજલપુરના રહેવાસી બિલાલુદ્દીન નિઝામુદ્દીન શેખ(ઉં.વ.23) અને વેજલપુરના જ રહેવાસી રોહિલ રહેમત અલી સૈયદ (ઉં.વ.23) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી પાસેથી ₹12,810ની કિંમતની કફ સિરપની 61 સીલબંધ બોટલો, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન, ₹3,700 રોકડા અને ₹35,000ની કિંમતનું એક સ્કૂટર જપ્ત કર્યું છે. પેકિંગ સામગ્રી ધરાવતું એક પ્લાસ્ટિકનું બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, કુલ ₹61,510નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે પોલીસે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.