Sports

IPL 2026 ફાઈનલ: એક તરફ RCBનો 'લકી' ઈતિહાસ, તો બીજી તરફ GTનો 'અજેય' કિલ્લો!

By GS Team
31 May 20261 min read
TukuTouch Logo
IPL 2026 Final: IPL 2026ના મહાસંગ્રામનો સમય આવી ગયો છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ટાઈટલ માટેની ટક્કર થશે. મેચ પહેલાં ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે એક આંકડો ભારે ચર્ચામાં છે: ક્વોલિફાયર-1 જીતનાર ટીમ જ ચેમ્પિયન બને છે!

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 ફાઈનલ: એક તરફ RCBનો 'લકી' ઈતિહાસ, તો બીજી તરફ GTનો 'અજેય' કિલ્લો!

IPL 2026 Final: IPL 2026ના મહાસંગ્રામનો સમય આવી ગયો છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ટાઈટલ માટેની ટક્કર થશે. મેચ પહેલાં ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે એક આંકડો ભારે ચર્ચામાં છે: ક્વોલિફાયર-1 જીતનાર ટીમ જ ચેમ્પિયન બને છે! 

8 વર્ષથી ચાલી આવતી પરંપરા

2018થી અત્યાર સુધી, જે ટીમે ક્વોલિફાયર-1 જીત્યું છે, તેણે જ ફાઈનલની ટ્રોફી પોતાના નામે કરી છે. આ વર્ષે RCB એ ક્વોલિફાયર-1 માં ગુજરાતને પરાસ્ત કરીને સીધો ફાઈનલનો પ્રવેશ મેળવ્યો હતો. જો આ 'ગોલ્ડન ફોર્મ્યુલા' કામ કરે, તો RCB સતત બીજી વાર ચેમ્પિયન બની શકે છે. 

વર્ષક્વોલિફાયર-1 વિજેતાફાઈનલ વિજેતા

2022

ગુજરાત ટાઈટન્સગુજરાત ટાઈટન્સ
2023ચેન્નાઈ સુપર કિંગ્સચેન્નાઈ સુપર કિંગ્સ
2024કોલકાતા નાઈટ રાઈડર્સકોલકાતા નાઈટ રાઈડર્સ
2025રોયલ ચેલેન્જર્સ બેંગલુરુરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
2026રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ?

પરંતુ... અમદાવાદ ગુજરાત ટાઈટન્સનો અભેદ્ય કિલ્લો છે

આંકડા ગમે તે હોય, પણ મેદાનની વાસ્તવિકતા અલગ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં તેઓ અત્યાર સુધી અજેય રહ્યા છે. રબાડા 30 વિકેટના જાદુઈ આંકડાથી માત્ર 2 કદમ દૂર છે. જો તે આ કરી લે, તો તે IPL ઈતિહાસમાં બે અલગ-અલગ ટીમ માટે 30-30 વિકેટ લેનાર પ્રથમ બોલર બનશે. બીજી તરફ ભુવનેશ્વર કુમાર પણ રેસમાં છે. 

ટીમનું મજબૂત પાસું:

ગુજરાત ટાઈટન્સ: ગિલ-સુદર્શનનું ફોર્મ, રબાડા-સિરાજની ઘાતક બોલિંગ અને ઘરઆંગણે રમવાનો આત્મવિશ્વાસ.

RCB: વિરાટ કોહલીનો અનુભવ, મધ્યમ ક્રમમાં પાટીદાર અને ટિમ ડેવિડની વિસ્ફોટક બેટિંગ.