Get The App

વરસાદે IPL-2025ની અનેક મેચ ધોઈ નાખ્યા બાદ BCCIનો મોટો નિર્ણય, જાહેર કર્યો નવો નિયમ

Updated: May 20th, 2025

GS TEAM

Google News
Google News
વરસાદે IPL-2025ની અનેક મેચ ધોઈ નાખ્યા બાદ BCCIનો મોટો નિર્ણય, જાહેર કર્યો નવો નિયમ 1 - image

IPL 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ આઇપીએલ 2025ની મેચો માટે નિર્ધારિત સમયને એક કલાક માટે વધારવાનો નિર્ણય કર્યો છે. મંગળવાર 20 મેથી દરેક આઇપીએલ મેચોમાં 120 મિનિટની વધારોનો વેટિંગ પીરિયડ હશે. પહેલા આ સમયગાળો માત્ર એક કલાકનો હતો. 

આ પણ વાંચો: અમદાવાદમાં રમાશે IPL 2025ની ફાઈનલ મેચ, BCCIએ ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે પણ આપી અપડેટ

BCCI એ પ્લેઈંગ કંડિશનમાં ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે. આ નિર્ણય પછી 5 ઓવરની મેચ માટે કટઓફ સમય ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યાને બદલે 11.30 વાગ્યાનો રહેશે. બપોરની મેચનો કટઓફ સમય ભારતીય સમય મુજબ સાંજે 6.50 વાગ્યાથી બદલીને 7.56 વાગ્યા કરવામાં આવ્યો છે.

મેચ શરુ થવા માટે 120 મિનિટનો વધારાનો સમય

ક્રિકબઝના કહેવા પ્રમાણે બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીઓને મોકલેલી એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, 'પહેલા રમવાની શરતોમાં એવી શરત હતી કે લીગ મેચોમાં વિલંબ થવાના કિસ્સામાં મેચ શરુ કરવા માટે 60 મિનિટનો વધારાનો સમય હતો. પ્લેઓફ મેચોમાં આ સમય વધારીને 120 મિનિટ કરવામાં આવ્યો હતો. હાલમાં વરસાદના ભય અને સુધારેલા સમયપત્રકને ધ્યાનમાં રાખીને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે નિર્ણય લીધો છે કે, 20 મે 2025થી તમામ આઇપીએલ મેચો મેચ શરુ કરવા માટે 120 મિનિટનો વધારાનો સમય રહેશે.'

આ પણ વાંચો: IPL 2025ના પ્લેઓફની રેસમાં કોનું પલડું ભારે? સમજો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમીકરણ

ચોમાસાને કારણે લેવાયો નિર્ણય

રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'તમે જાણો છો કે, આઇપીએલ ટૂંકા વિરામ પછી ફરી શરુ થઈ છે. આ વિરામને કારણે IPL 3 જૂન, 2025ના રોજ સમાપ્ત થશે. ચોમાસાના વહેલા આગમન અને IPLના લાંબા સમયગાળાને કારણે વરસાદથી ઘણી મેચોને અસરનું જોખમ છે. જેના કારણે IPL ગવર્નિંગ કાઉન્સિલે રમવાની પરિસ્થિતિઓમાં ફેરફાર કર્યો છે.' નોંધનીય છે કે, આ નિયમ માત્ર IPL 2025 સુધી જ રહેશે.


Tags :