Get The App

અમદાવાદમાં રમાશે IPL 2025ની ફાઈનલ મેચ, BCCIએ ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે પણ આપી અપડેટ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં રમાશે IPL 2025ની ફાઈનલ મેચ, BCCIએ ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે પણ આપી અપડેટ 1 - image


Ahmedabad Narendra Modi Stadium set to host IPL 2025 final: IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જે 1 જૂને રમાશે.

બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપી હતી. ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમમાં પહેલી ક્વોલિફાયર રમાશે. 29 મેના રોજ ગુરૂવારે ટોચની બે ટીમો વચ્ચે આ મેચ રમાશે. બાદમાં શુક્રવારે 30 મેના રોજ એલિમિનેટર મેચ  રમાશે. બીસીસીઆઈએ ફાઈનલ માટે અમદાવાદની પસંદગી કરી છે. કારણકે, દેશમાં ધીમે-ધીમે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. જેથી અમદાવાદ ફાઈનલ માટે યોગ્ય સ્થળ છે.

3 જૂને રમાશે આઈપીએલની ફાઈનલ

70 મેચના એક્શન પેક બાદ પીસીએ સ્ટેડિયમ પર ક્વોલિફાયર -1 મેચ રમાશે. અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2 રમાશે. જેમાં ક્વોલિફાયર 1માં હારનારી ટીમ અને એલિમિનિટેર મેચમાં હારનારી ટીમનો આમનો-સામનો થશે. ત્યારબાદ 3 જૂને આઈપીએલની 18મી સીઝનની ભવ્ય ફાઈનલ મેચ રમાશે. 


RCB અને SRHની મેચ પણ શિફ્ટ થઈ

ટાટા આઈપીએલની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચ પણ બેંગ્લુરૂમાંથી લખનઉ શિફ્ટ કરવામાં આવી છે. બેંગ્લુરૂમાં ભારે વરસાદના માહોલ વચ્ચે આ મેચ હવે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યારસુધી આરસીબી, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.  દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી કોઈ એક ટીમ ચોથી ક્વોલિફાયર ટીમ બનશે. ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઑફની રેસમાંથી બહાર ચૂકી છે. 

અમદાવાદમાં રમાશે IPL 2025ની ફાઈનલ મેચ, BCCIએ ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે પણ આપી અપડેટ 2 - image

Tags :