IPL 2025ના પ્લેઓફની રેસમાં કોનું પલડું ભારે? સમજો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમીકરણ
IPL 2025: સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી જ IPL 2025 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. જોકે, હવે તેણે લખનઉ સુપર જાયન્ટ્સની પાર્ટી પણ બગાડી નાખી છે. સોમવારે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં LSGને 6 વિકેટથી હરાવ્યું અને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. હવે માત્ર એક જ સ્પોટ ખાલી છે. જોકે, હૈદરાબાદની જીતથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે.
હવે માત્ર દિલ્હી અને મુંબઈ જ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે. આ બે ટીમોમાંથી માત્ર એક જ ટીમ ટોપ 4માં પોતાનું સ્થાન બનાવી શકશે. આ સાથે જ અમે તમને જણાવીશું કે, દિલ્હી કેપિટલ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં કેવી રીતે પોતાનું સ્થાન બનાવી શકે છે. ચાલો જાણીએ કે પ્લેઓફમાં પહોંચવા માટે બંને ટીમોનું સમીકરણ શું છે.
શું છે દિલ્હી અને મુંબઈમાં પહોંચવાનું સમીકરણ?
તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેની બે-બે મેચ બાકી છે. MI 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે DC 12 મેચમાં 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. દિલ્હીની એક મેચ મુંબઈ સામે અને એક મેચ પંજાબ સામે છે. મુંબઈની એક મેચ દિલ્હી સામે અને બીજી પંજાબ સામે છે. ચાલો જોઈએ કઈ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.
આ પણ વાંચો: છેલ્લી ઘડીયે મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરબદલ, પ્લેઓફ પહેલા ત્રણ ખેલાડી બદલ્યા
2. જો દિલ્હીએ મુંબઈ અને પંજાબને હરાવ્યું તો દિલ્હી ક્વોલિફાય થઈ જશે.
3. જો દિલ્હી મુંબઈને હરાવે અને પંજાબ સામે હારી જાય, બીજી તરફ મુંબઈ પંજાબ સામેની મેચ જીતી જાય તો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.
4. જો મુંબઈ દિલ્હી અને પંજાબ બંને સામે હારી જાય અને દિલ્હી પણ પંજાબ સામે હારી જાય, તો દિલ્હી કેપિટલ્સ જ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.