Sports

13 ખેલાડીઓની ઈજા BCCI માટે માથાનો દુઃખાવો બની, ટીમમાં કોને રમાડવો હવે એ પણ પ્રશ્ન!

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બુમરાહ, હાર્દિક, ગિલ સહિત કુલ 13 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં BCCIના બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં 'ઇન્જરી ઇમરજન્સી' જેવો માહોલ સર્જાયો છે. દેવદત્ત પડિક્કલના શતક છતાં, કેપ્ટન સહિત અનેક ખેલાડીઓની ઇજાઓએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. આ અંગે BCCI સચિવ દેવજીત સાઇકિયા CoEની મુલાકાત લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

13 ખેલાડીઓની ઈજા BCCI માટે માથાનો દુઃખાવો બની, ટીમમાં કોને રમાડવો હવે એ પણ પ્રશ્ન!

Team India Injured Player News : 15 ઓગસ્ટથી શરૂ થતી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો આંચકો આવ્યો છે. ડાબોડી બેટ્સમેન સાઇ સુદર્શન ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર થયા બાદ એવા અહેવાલો સામે આવ્યા છે કે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા અને કેપ્ટન ગિલ સહિત કુલ 13 મહત્ત્વના ખેલાડીઓ ઇજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં ભારતીય ટીમમાં 'ઇન્જરી ઇમરજન્સી' જેવો માહોલ સર્જાયો છે અને બેંગલુરુ સ્થિત BCCI નું 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) કોઈ નાના હોસ્પિટલમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

શ્રીલંકા સામે વૉર્મ-અપ મેચમાં દેવદત્ત પડિક્કલના શાનદાર શતક, કે.એલ. રાહુલના 40 અને રવીન્દ્ર જાડેજાના 63 રનની મદદથી ટીમે મજબૂત પ્રદર્શન તો કર્યું છે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ સહિત અનેક ખેલાડીઓની ઇજાઓએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે આગામી 9 ટેસ્ટમાંથી 7 માં જીત મેળવવી અનિવાર્ય છે.

ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી અને વિગતો:
પીટીઆઈ (PTI) ના અહેવાલ અનુસાર, વિવિધ ઇજાઓને કારણે ભારતીય ટીમ નીચે મુજબના મુખ્ય ખેલાડીઓથી વંચિત થઈ છે:

જસપ્રીત બુમરાહ: ઘૂંટણમાં સોજો

સાઇ સુદર્શન: ડાબા પગના અંગૂઠામાં ઇજા

હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી: હેમસ્ટ્રિંગની સમસ્યા

વોશિંગ્ટન સુંદર: ક્વાડ્રિસેપ્સ ઇજા

આકાશ દીપ: પીઠના નીચલા ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર (લાંબા સમયથી બહાર)

વ્હાઇટ-બોલ સ્પેશિયાલિસ્ટ્સ: હાર્દિક પંડ્યા (ક્વાડ્રિસેપ્સ), વરુણ ચક્રવર્તી (હેમસ્ટ્રિંગ) અને પ્રિન્સ યાદવ (હેમસ્ટ્રિંગ)

અહીં નોંધનીય છે કે, 2025 ના પ્રારંભમાં નિતિન પટેલના રાજીનામા બાદથી CoE ના સ્પોર્ટ્સ સાયન્સ વિભાગમાં કોઈ કાયમી હેડ નથી, જેના કારણે સ્પોર્ટ્સ સાયન્સ ટીમ પર કામનું ભારણ અત્યંત વધી ગયું છે.

BCCI એક્શન મોડમાં

એક પછી એક ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ ગંભીર બનતાં BCCI એક્શનમાં આવ્યું છે. બોર્ડના સેક્રેટરી દેવજીત સાઇકિયા રવિવારે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) ખાતે ક્રિકેટ હેડ વીવીએસ લક્ષ્મણ સાથે ખાસ મુલાકાત કરશે અને ખેલાડીઓના રિહેબ તથા રિકવરી પ્રક્રિયાની રૂબરૂ સમીક્ષા કરશે.

આ બેઠકમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર ઓનલાઇન જોડાશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી. એવા પણ અહેવાલો છે કે CoE અને સિલેક્શન કમિટી વચ્ચે ખેલાડીઓની ફિટનેસ અને રિટર્ન ટાઇમલાઇનને લઈને મતભેદો રહ્યા છે, અને કેટલીકવાર પૂરી ફિટનેસ મેળવ્યા વિના જ ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા હોવાના સવાલો ઊભા થયા છે.