Sports

'ટીમ હારે તો વ્યક્તિગત ઉપલબ્ધિનું કોઈ મહત્ત્વ નથી..', કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ છલકાયું

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
બ્રિસ્ટલ ખાતે ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં 3-0થી કારમી હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે નિરાશા વ્યક્ત કરી. તેમણે સ્વીકાર્યું કે ટીમ મેદાન પર યોજનાઓ લાગુ કરવામાં નિષ્ફળ રહી અને 158 રનનો સ્કોર અપૂરતો હતો. અય્યરે જણાવ્યું કે, આ ટીમનો 'ટ્રાન્ઝિશન ફેઝ' છે અને યુવા ખેલાડીઓ ભૂલોમાંથી શીખશે. ઇંગ્લેન્ડ હવે T20માં નંબર-1 બનવા તરફ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટીમ હારે તો વ્યક્તિગત ઉપલબ્ધિનું કોઈ મહત્ત્વ નથી..', કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ છલકાયું

Captain Shreyas Iyer's pain spilled after losing the T20 series : બ્રિસ્ટલ ખાતે રમાયેલી T20 મેચમાં ઇંગ્લેન્ડ સામે 9 વિકેટે કરારી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ પર હવે મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. જો શનિવારે સાઉથમ્પટનમાં રમાનારી આખરી મેચ પણ ઇંગ્લેન્ડ જીતી જશે, તો તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ભારતને પછાડીને આઈસીસી (ICC) T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 ટીમ બની જશે.

અમારું પ્લાનિંગ ફ્લોપ રહ્યું: શ્રેયસ અય્યર

મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ભારે નિરાશા વ્યક્ત કરતા સ્વીકાર્યું કે ટીમ મેદાન પર પોતાની યોજનાઓ યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. અય્યરે જણાવ્યું, "આ ફરી એકવાર નિરાશાજનક પ્રદર્શન રહ્યું. 158 રનનો સ્કોર પૂરતો નહોતો. મેં બોલરોને એક જ લાઈન-લેન્થ પર બોલિંગ કરવા કહ્યું હતું, પરંતુ અમે પ્લાન મુજબ એક્ઝિક્યુશન ન કરી શક્યા."

પોતાની 80 રનની અણનમ ઇનિંગ અંગે અય્યરે કહ્યું કે, "હું મારી બેટિંગથી ખુશ છું, પરંતુ જો ટીમ ન જીતે તો આવી વ્યક્તિગત સિદ્ધિઓનું કોઈ મહત્વ નથી રહેતું." ટીમના ખરાબ પ્રદર્શન અંગે બચાવ કરતા તેમણે ઉમેર્યું કે, "આ ભારતીય ટીમનો 'ટ્રાન્ઝિશન ફેઝ' (બદલાવનો દોર) છે અને આ દરમિયાન યુવા ખેલાડીઓથી ભૂલો થશે, પરંતુ તેઓ આ ભૂલોમાંથી ઝડપથી શીખીને મજબૂત વાપસી કરશે."

ભારતને હરાવવું હંમેશા ખાસ: હેરી બ્રૂક

બીજી તરફ, ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે પોતાની ટીમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત જેવી મજબૂત ટીમને હરાવીને સિરીઝમાં 3-0ની લીડ મેળવવી એ ખૂબ જ ખાસ બાબત છે. તેમણે આ શાનદાર પ્રદર્શનનો શ્રેય ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ વચ્ચેના ઉત્તમ તાલમેલને આપ્યો હતો. બ્રૂકે જોફ્રા આર્ચર અને જોશ ટંગની ઘાતક બોલિંગના પણ વખાણ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે હવે તેમનું આગામી લક્ષ્ય T20માં દુનિયાની નંબર-1 ટીમ બનવાનું છે.