Sports

ભારતની દિગ્ગજ બોક્સર મેરી કૉમની મુશ્કેલી વધી: કોર્ટે ફટકારી નોટિસ, જાણો મામલો

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
પ્રખ્યાત બોક્સર મેરી કોમ ફરી વિવાદમાં છે. તેના પૂર્વ પતિ કારુંગ ઓન્ખોલેરે દિલ્હીની સાકેત કોર્ટમાં મેરી કોમ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મેરી કોમે પૂર્વ પતિ પર કરોડો રૂપિયાની છેતરપિંડી અને મંજૂરી વિના પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવ્યો હતો. ઓન્ખોલેરે આ આરોપો નકારી કાઢ્યા છે અને વળતર તથા માફીની માંગ કરી છે. કોર્ટે મેરી કોમને નોટિસ ફટકારી છે. આગામી સુનાવણી 21 ડિસેમ્બરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની દિગ્ગજ બોક્સર મેરી કૉમની મુશ્કેલી વધી: કોર્ટે ફટકારી નોટિસ, જાણો મામલો

Mary Kom Defamation Case: દેશની જાણીતી બોક્સર અને સલમાન ખાનના શો 'બિગ બોસ 20'માં આવેલી મેરી કોમ ફરી એક વખત ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તે કોઈ શો કે નિવેદન માટે નહીં પણ તેના એક્સ-પતિ સાથેના વિવાદના કારણે ચર્ચામાં આવી છે. બોક્સર વિરુદ્ધ એક્સ-પતિ કારોન્ગ ઓનલરે માનહાનિની ફરિયાદ નોંધાવી છે, જેમાં દિલ્હીની સાકેત કોર્ટે મેરી કોમને નોટિસ ફટકારી છે.

કારુંગ ઓન્ખોલેરના માનહાનિ કેસમાં આજે મેરી કોમના પૂર્વ પતિ ઓન્ખોલેર અને અન્ય સાક્ષીઓએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. ઓન્ખોલેરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કથિત રૂપે કરવામાં આવેલી ટિપ્પણીના સંબંધમાં દિલ્હીની સાકેત કોર્ટમાં મેરી કોમ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આગામી સુનાવણી 21 ડિસેમ્બરે થશે.

શું બોલી હતી મેરી કોમ?

બોક્સર મેરી કોમે પૂર્વ પતિ પર આરોપો લગાવ્યા હતા કે, તેણે મેરી કોમ દ્વારા બોક્સિંગમાંથી કમાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો દાવો કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો કે, પ્રોપર્ટી ગીરવે મૂકીને બોક્સરના નામે લોન લેવામાં આવી હતી. મેરી કોમે એમ પણ કહ્યું હતું કે, તેની મંજૂરી વિના પ્રોપર્ટીને ઓન્ખોલેરના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.

જોકે, ઓન્ખોલેરે પોતાના પર લાગેલા આરોપોને સ્પષ્ટ નકારી દીધા છે. ઓન્ખોલેરે મેરી કોમને તેના પર લગાવેલા આરોપોને સાબિત કરવા માટે પડકાર પણ ફેંક્યો છે અને આ મામલાને કોર્ટ સુધી લઈ ગયો છે. હવે ઓન્ખોલેરે મેરી કોમ પાસે માફી અને વળતરની માંગ કરી છે.