U-19 પુરુષ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને બનાવાયો કેપ્ટન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

U-19 Men's Asia Cup : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ U-19 પુરુષ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ દુબઈમાં 12 થી 21 ડિસેમ્બર દરમિયાન રમાશે. જેમાં આયુષ મ્હાત્રે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
U-19 પુરુષ એશિયા કપમાં ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાનને પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય બે ટીમે ક્વોલિફાયર દ્વારા આ ગ્રુપમાં પોતાનું સ્થાન મેળવશે. ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને એક અન્ય ક્વોલિફાયર ટીમનો સમાવેશ થશે.
8 ટીમો ભાગ લેશે
U-19 એશિયા કપમાં 8 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી શરૂ થશે. ઓપનિંગ મેચમાં ટીમ ઈન્ડિયા દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ક્વોલિફાયર 1નો સામનો કરશે. તે જ દિવસે ધ સેવન સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 3માં પાકિસ્તાનનો સામનો થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ડિસેમ્બરે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 19 ડિસેમ્બરે યોજાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
આ ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ક્વોલિફાયર 1, ક્વોલિફાયર 3
ગ્રુપ B: બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ક્વોલિફાયર 2
ભારતનું શેડ્યુલ
ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરે દુબઈમાં શરૂ થશે, અને ભારત 12 ડિસેમ્બરે તેની પહેલી મેચ રમશે. ત્યારબાદ ટીમ 14 અને 16 ડિસેમ્બરે તેની બાકીની બે લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય તેના પાછલા પ્રદર્શનને પુનરાવર્તિત કરવાનું અને ફરીથી ટાઇટલ જીતવાનું રહેશે.
ભારતની U-19 ટીમ
કેપ્ટન: આયુષ મ્હાત્રે
વાઇસ-કેપ્ટનઃ વિહાન મલ્હોત્રા
અન્ય ખેલાડી: વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (wk), હર્વંશ સિંહ (wk), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, એરોન જ્યોર્જ.
સ્ટેન્ડબાય પ્લેયર્સ: રાહુલ કુમાર, બી.કે. કિશોર, આદિત્ય રાવત
ભારત ફરી એકવાર યુવા ખેલાડીઓની નવી પેઢી સાથે એશિયા કપ જીતવા માટે તૈયાર છે. બધાની નજર કેપ્ટન આયુષ અને આ યુવા ટીમના પ્રદર્શન પર રહેશે.








