ટી20 ફ્રેન્ચાઈઝીના ભારતીય માલિકની ધરપકડ, વિદેશી લીગમાં ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manjot Kalra Arrested Lanka Premier League: શ્રીલંકાની સ્પોર્ટ્સ એન્ટી-કરપ્શન યુનિટે એક ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી છે. આ મામલો લંકા પ્રીમિયર લીગ (LPL) સાથે સંબંધિત છે, જેમાં ભારતના પૂર્વ અંડર-19 ક્રિકેટર મનજોત કાલરા જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક છે. તેમના પર એક ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ લાગ્યો હતો. મનજોત કાલરાની ધરપકડ લંકા પ્રીમિયર લીગની આગામી સીઝન શરૂ થાય તેના બરાબર પહેલાં કરવામાં આવી છે. LPL 2026 સીઝન આજે એટલે કે, 17 જુલાઈથી શરૂ થઈ રહી છે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટની રચના
રમતગમત સાથે સબંધિત ગુનાઓ પર લગામ કસવા માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટની રચના કરવામાં આવી હતી. આ યુનિટે મનજોતને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો.
વિદેશી લીગમાં ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ
શ્રીલંકન પોલીસનું કહેવું છે કે, 27 વર્ષીય મનજોતે લંકા પ્રીમિયર લીગની સિઝન શરૂ થવાના લગભગ 10 દિવસ પહેલા ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો પ્રયાસ કર્યો હતો. કહેવાતા ખેલાડીએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, ત્યારબાદ તપાસ શરૂ થઈ અને શુક્રવારે ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી લેવામાં આવી.
પોલીસે જણાવ્યું કે, ક્રિકેટર ભાનુકા રાજપક્ષા, અવિષ્કા ફર્નાંડો અને દુનિથ વેલાલાગે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જે લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ ટીમનો હિસ્સો છે. આ પહેલીવાર નથી કે જ્યારે લંકા પ્રીમિયર લીગના કારણે ક્રિકેટની રમત કલંકિત થઈ હોય. આ જ વર્ષે અન્ય ફ્રેન્ચાઈઝીના માલિકે એક ખેલાડીને મેચ ફિક્સિંગમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારી
મનજોત કાલરાની વાત કરીએ તો તે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સદી ફટકારી ચૂક્યો છે. તેણે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 101 રન બનાવ્યા હતા. આ એ જ વર્લ્ડ કપ હતો જેમાં શુભમન ગિલ અને પૃથ્વી શોએ પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.









