Sports

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ રઝળી પડ્યા: હોટલ-બસ ન મળી, ભૂખ્યા-તરસ્યા ભટક્યા; ઘોડાના ઘાસચારાના પણ ફાંફા!

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રોઇંગ અને શૂટિંગ ટીમને એરપોર્ટ પર રહેઠાણ અને એક્રેડિટેશનની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. કેટલાક ખેલાડીઓના નામ ગાયબ હતા, તો કોચ સમરેશ જંગનું એક્રેડિટેશન પણ માન્ય નહોતું. બીજી તરફ, ઘોડેસવારીના ખેલાડીઓને ઘોડાના ખર્ચ જાતે ઉઠાવવા જણાવાયું છે. વહીવટી અરાજકતાથી ખેલાડીઓ ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ રઝળી પડ્યા: હોટલ-બસ ન મળી, ભૂખ્યા-તરસ્યા ભટક્યા; ઘોડાના ઘાસચારાના પણ ફાંફા!

Asian Games 2026 Nagoya : જાપાનના નાગોયા ખાતે યોજાનારી એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની અણધારી મુશ્કેલીઓ સામે આવી છે. રોઇંગ અને શૂટિંગ દળને એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના રોઇંગ સ્ક્વોડના ખેલાડીઓ રહેઠાણ વગર અટવાયા હતા, જ્યારે કેટલાકના નામ એક્રેડિટેશન સિસ્ટમમાંથી ગાયબ હતા. પૂનમ, અલીના એન્ટો અને અંશિકા ભારતી જેવા નામો રજીસ્ટર ન હોવાનું સામે આવ્યું હતું. કેથે પેસિફિક દ્વારા ખેલાડીઓના ઓર્સ (ચપ્પુ) ચેક-ઇન કરવાની ના પાડવામાં આવી હતી, જે બાદમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

શૂટિંગ કોચ સમરેશ જંગનું ખોટું એક્રેડિટેશન

શૂટિંગ દળના સભ્યોને પણ મંગળવારે રાત્રે નાગોયા એરપોર્ટ પર ટ્રાન્સપોર્ટ માટે આશરે 3 કલાક સુધી રાહ જોવી પડી હતી અને તેઓ રાત્રે લગભગ 4 વાગ્યે હોટેલ પહોંચ્યા હતા. સૌથી મોટો ઝટકો પિસ્તોલ શૂટિંગના હેડ કોચ સમરેશ જંગને લાગ્યો હતો. જેમનું એક્રેડિટેશન ખેલાડીઓની એરેનામાં પ્રવેશ માટે માન્ય નહોતું. નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં નવું એક્રેડિટેશન મળવાની આશા છે, જે ભારતના મેડલની શક્યતાઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

image.png

ઘોડાના ખર્ચ અને ફંડની તંગીનું સંકટ

બીજી તરફ, એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહેલા ભારતીય ઇક્વેસ્ટ્રિયન (ઘોડેસવારી) રાઇડર્સ પર પણ ગંભીર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા નિયુક્ત એડ-હોક સમિતિએ 'સરકારી ફંડની તંગી' ટાંકીને રાઇડર્સને ઘોડાના ખોરાક, ઘાસ અને અન્ય ખર્ચ જાતે ઉઠાવવા જણાવ્યું છે. જર્મનીમાં ક્વોરેન્ટાઇન સમયના ખર્ચ, પરીક્ષણો અને પરિવહનનું રિઇમ્બર્સમેન્ટ પણ હજુ પેન્ડિંગ છે. વહીવટી અરાજકતા અને સમયસર સહાયના અભાવે ખેલાડીઓના પ્રદર્શન પર અસર પડી રહી છે, જેને લઈને ખેલાડીઓમાં ચિંતા જોવા મળી રહી છે.