Get The App

IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, વ્હાઈટવૉશનો ખતરો

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, વ્હાઈટવૉશનો ખતરો 1 - image

India vs South Africa Test Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપના ખતરામાં આવી ગઈ છે. ટીમ પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 489 રન નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સામે 288 રનની વિશાળ લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરો બાદ બેટરોનું પણ નબળું પ્રદર્શન છતું થઈ ગયું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગમાં સેન્યુરન મુથ્થુસામીએ અને માર્કો જ્હોન્સને જ્યારે બોલિંગમાં માર્કો યાનસેને દમદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે.

માર્કો યાનસેને પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ઝડપી

ટેસ્ટ મેચના આજે (24 નવેમ્બર) ત્રીજા દિવસની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 26 રન નોંધાવ્યા છે. આ સાથે દક્ષિણ આફ્રિકાએ કુલ 314 રનની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાને 288 રનની વિશાલ લીડ મળી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના બોલર માર્કો યાનસેને પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે.

આ પણ વાંચો : T20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનારા બેટર, બાબરે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

ભારત તરફથી એકમાત્ર જયસ્વાલની અડધી સદી

ભારતીય ટીમ તરફથી પ્રથમ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 97 બોલમાં 58 રન, કે.એલ.રાહુલે 63 બોલમાં 22 રન, સાંઈ સુદર્શને 40 બોલમાંથી 15 રન, ધ્રુવ જુરેલે 11 બોલમાં 0 રન, સુકાની ઋષભ પંતે 8 બોલમાં 7 રન, રવિન્દ્ર જાડેજાએ 18 બોલમાં 6 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 18 બોલમાં 10 રન, વોશિંગ્ટન સુંદરે 92 બોલમાં 48 રન, કુલદીપ યાદવે 134 બોલમાં 19 રન, જસપ્રીમ બુમરાહે 17 બોલમાં 5 રન અને મોહમ્મદ સિરાજે 6 બોલમાં અણનમ બે રન નરોંધાવ્યા છે.

સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ માર્કો જેન્શને છ વિકેટ ઝડપી છે, જ્યારે સીમોન હાર્મરે ત્રણ અને કેશવ મહારાજે એક વિકેટ ખેરવી છે.

પ્રથમ ઈનિંગ દક્ષિણ આફ્રિકાના 489 રન

એડન માર્કરામે 81 બોલમાં 38 રન, રાયન રિકેલ્ટને 82 બોલમાં 35 રન, ટ્રિસ્ટન સ્ટબ્સે 112 બોલમાં 49 રન, કેપ્ટન ટેમ્બા બાવુમાએ 92 બોલમાં 41 રન, ટોની ડી ઝોર્ઝીએ 59 બોલમાં 28 રન, વિયાન મુલ્ડરે 18 બોલમાં 13 રન, સેન્યુરન મુથુસામીએ 206 બોલમાં 109 રન, કાઇલ વેરેયને 122 બોલમાં 45 રન, માર્કો જ્હોન્સને 91 બોલમાં 93 રન, સિમોન હાર્મરે 17 બોલમાં 5 રન, કેશવ મહારાજે 31 બોલમાં અણનમ 12 રન નોંધાવ્યા હતા.

ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં કુલદીપ યાદવે ચાર વિકેટ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : IND vs SA : માર્કો યાન્સને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, વિવિયન રિચર્ડ્સનો મહારેકોર્ડ તૂટ્યો