હોકી વર્લ્ડ કપમાં 16 વર્ષ પછી ભારત-પાક મહામુકાબલો: 53 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Pakistan Hockey World Cup: હોકીના સૌથી મોટા મંચ FIH વર્લ્ડ કપમાં બુધવાર (19 ઓગસ્ટ)ના રોજ ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને ટકરાશે. નેધરલેન્ડ્સનું ઐતિહાસિક વેગનર સ્ટેડિયમ પાંચ દાયકા પછી આ હાઈ-વોલ્ટેજ મુકાબલાની યજમાની કરવા માટે તૈયાર છે. આ જ મેદાન પર 31 ઓગસ્ટ 1973ના રોજ રમાયેલા વર્લ્ડ કપના સેમિ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 1-0થી માત આપી હરાવ્યુ હતું, જ્યાં બીપી ગોવિંદાએ 62મી મિનિટે ગોલ ફેંક્યો હતો. ભારતને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે આવા જ કારનામાનું પુનરાવર્તન કરવું પડશે.
હોકી વર્લ્ડ કપમાં 16 વર્ષ પછી ભારત-પાક મહામુકાબલો
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પૂરા 16 વર્ષના લાંબા ઈંતજાર બાદ થઈ રહી છે. આ પહેલાં છેલ્લે બંને ટીમો 2010માં નવી દિલ્હી વર્લ્ડ કપમાં આમને-સામને આવી હતી, જેમાં રાજપાલ સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને 4-1થી પરાજય આપ્યો હતો. છેલ્લા એક દાયકાથી પાકિસ્તાન સામે અજેય રહેલી ભારતીય ટીમ માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની ચૂક્યો છે.
ટૂર્નામેન્ટના પોતાના પ્રથમ મુકાબલામાં ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં પ્રથમ હાફમાં 2-1ની લીડ મેળવ્યા છતાં ટીમ ઇન્ડિયાને ડિફેન્સની ભૂલોને કારણે 2-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી રાઉન્ડમાં સ્થાન પાક્કું કરવા માટે ભારતીય ટીમે પોતાના ડિફેન્સને મજબૂત રાખીને પાકિસ્તાન સામે જીત અથવા ઓછામાં ઓછો ડ્રો હાંસલ કરવો પડશે.
વર્લ્ડ કપમાં ભારત vs પાકિસ્તાન
હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 5 મુકાબલા રમાયા છે. આ મેચો વર્ષ 1971, 1973, 1975, 1986 અને 2010માં રમાઈ હતી. આ દરમિયાન ભારતે 3 મુકાબલા પોતાના નામે કર્યા છે અને 2 મેચ પાકિસ્તાનની ટીમે જીતી છે. આ 5 મેચોમાં ભારતે પાકિસ્તાન સામે કુલ 10 ગોલ કર્યા છે. સંદીપ સિંહ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત તરફથી ટોપ સ્કોરર છે, જેમણે 2010ની મેચમાં પેનલ્ટી કોર્નર દ્વારા બે ગોલ કર્યા હતા.









