Sports

ICC T20 રેન્કિંગમાં ભારતનો દબદબો: અભિષેક શર્માએ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પછાડ્યો, જુઓ લિસ્ટ

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
ICC દ્વારા જાહેર કરાયેલી તાજી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો. T20I બેટિંગમાં ઈશાન કિશન 1લા, અભિષેક શર્મા 2જા અને તિલક વર્મા 8મા ક્રમે છે. ODIમાં શુભમન ગિલ નંબર-1, જ્યારે ટેસ્ટમાં પંત અને ગિલ ટોપ-10માં છે. બુમરાહ ટેસ્ટ બોલિંગમાં 4થા ક્રમે છે. કુલ 16 ભારતીય ખેલાડીઓએ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC T20 રેન્કિંગમાં ભારતનો દબદબો: અભિષેક શર્માએ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પછાડ્યો, જુઓ લિસ્ટ

ICC Rankings : ICC દ્વારા જાહેર કરાયેલી તાજી ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ માટે અનેક સારા સમાચાર આવ્યા છે. T20I, ODI અને ટેસ્ટ બેટિંગ-બોલિંગની ટોપ-10 યાદીમાં ભારતના કુલ 16 ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. T20I બેટિંગમાં ઈશાન કિશન નંબર-1 અને અભિષેક શર્મા નંબર-2 પર પહોંચ્યા છે, જ્યારે ODI બેટિંગમાં શુભમન ગિલ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંત અને શુભમન ગિલ ટોપ-10 બેટર્સમાં સામેલ છે, જ્યારે જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગમાં ચોથા ક્રમે છે. ICCની નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો ત્રણેય ફોર્મેટમાં જોવા મળી રહ્યો છે.

T20I બેટિંગમાં ભારતનો ડબલ ધમાકો

ICC T20I Batting Rankings : અફઘાનિસ્તાન સામેની પ્રથમ બે T20I મેચમાં 82 અને 39 રનની ઇનિંગ રમનાર અભિષેક શર્મા ICC T20I બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. તેઓએ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પાછળ છોડી દીધા છે. ભારતના ઈશાન કિશન 913 રેટિંગ પોઈન્ટ્સ સાથે હજુ પણ નંબર-1 સ્થાને છે. T20I બેટિંગ ટોપ-10માં ભારતના કુલ ત્રણ ખેલાડીઓ છે, જેમાં તિલક વર્મા પણ આઠમા સ્થાને સામેલ છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-1.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-7.jpg

T20I બોલિંગમાં વરુણ અને બુમરાહને ફાયદો

ICC T20I Bowling Rankings : T20I બોલિંગ રેન્કિંગમાં અફઘાનિસ્તાનના રશીદ ખાન પ્રથમ સ્થાને યથાવત છે. ભારતના વરુણ ચક્રવર્તી પાંચમા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે જસપ્રીત બુમરાહ 7 સ્થાનની છલાંગ લગાવીને 10મા ક્રમે પહોંચ્યા છે. આ રીતે T20I બોલિંગની ટોપ-10 યાદીમાં ભારતના બે બોલર્સ સ્થાન ધરાવે છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-2.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-8.jpg

ટેસ્ટ બેટિંગમાં પંત અને ગિલ ટોપ-10માં

ICC Test Batting Rankings : ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના હેરી બ્રૂક પ્રથમ સ્થાને છે. ભારત તરફથી ઋષભ પંત સાતમા અને શુભમન ગિલ નવમા સ્થાને છે. પાકિસ્તાનના બાબર આઝમે બે સ્થાનનો સુધારો કરીને 13મું સ્થાન મેળવ્યું છે. સઉદ શકીલ 16મા અને શાન મસૂદ 37મા સ્થાને પહોંચ્યા છે. ઇંગ્લેન્ડના જેમી સ્મિથે પણ ટોપ-20માં વાપસી કરી છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-3.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-9.jpg

ટેસ્ટ બોલિંગમાં ઓલી રોબિનસનની મોટી છલાંગ

ICC Test Bowling Rankings : ઇંગ્લેન્ડના ઓલી રોબિનસને પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં 21 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેઓ 23 સ્થાનની છલાંગ સાથે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ત્રીજા ક્રમે પહોંચ્યા છે. 856 રેટિંગ પોઈન્ટ્સ સાથે આ તેમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. ભારતના જસપ્રીત બુમરાહ 853 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. બીજી તરફ ઇંગ્લેન્ડના જોશ ટંગે 19 વિકેટ સાથે 22 સ્થાનનો ઉછાળો મેળવીને 11મું સ્થાન મેળવ્યું છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-4.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-10.jpg

ODI બેટિંગમાં શુભમન ગિલનું નંબર-1 સ્થાન યથાવત

ICC ODI Batting Rankings : વનડે બેટિંગ રેન્કિંગમાં ભારતના શુભમન ગિલ 801 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે. આ રીતે ODI બેટિંગ ટોપ-10માં ભારતના ત્રણ ખેલાડીઓ સ્થાન ધરાવે છે. ઓસ્ટ્રેલિયાના મેટ રેનશૉએ ઝિમ્બાબ્વે સામે 109 રનની ઇનિંગ બાદ 54 સ્થાનની છલાંગ લગાવીને 68મું સ્થાન મેળવ્યું છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-5.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-11.jpg

ODI બોલિંગમાં કુલદીપ ટોપ-10માં, એલિસ ટોપ-20માં

ICC ODI Bowling Rankings : ODI બોલિંગ રેન્કિંગમાં અફઘાનિસ્તાનના રશીદ ખાન પ્રથમ સ્થાને છે, જ્યારે ભારતના કુલદીપ યાદવ 10મા સ્થાને છે. ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાના નેથન એલિસે ઝિમ્બાબ્વે સામે 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેઓ પ્રથમ વખત ODI બોલિંગ રેન્કિંગની ટોપ-20 યાદીમાં સામેલ થયા છે.

ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-6.jpg
ICC T20I Batting, T20I Bowling, Test Batting, Test Bowling, ODI Batting, ODI Bowling Rankings-12.jpg

ત્રણેય ફોર્મેટમાં ભારતનો દબદબો

ICCની તાજી રેન્કિંગ મુજબ T20I, ODI અને ટેસ્ટની બેટિંગ-બોલિંગ ટોપ-10 યાદીમાં ભારતના કુલ 16 ખેલાડીઓ સ્થાન ધરાવે છે. T20I બેટિંગમાં ટોપ-2 પર ભારતનો કબજો છે, ODI બેટિંગમાં શુભમન ગિલ નંબર-1 છે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારતીય ખેલાડીઓ સતત ટોચના સ્થાન માટે સ્પર્ધા કરી રહ્યા છે. આ પ્રદર્શન ભારતની ત્રણેય ફોર્મેટમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે.