Sports

IND vs SL ટેસ્ટ: ભારતે શ્રીલંકાને 165 રને કચડ્યું, સ્પિનર માનવ સુથારે ઝડપી કુલ 10 વિકેટ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમે શ્રીલંકાને ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 165 રને હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી. યુવા સ્પિનર માનવ સુથારે મેચમાં કુલ 10 વિકેટ ઝડપી, જેમાં બીજી ઇનિંગ્સમાં 6 વિકેટનો સમાવેશ થાય છે. જાડેજાએ મહત્વપૂર્ણ ભાગીદારી તોડી, જ્યારે સુથારે લંચ પછી તરખાટ મચાવ્યો. હવે 23 ઓગસ્ટથી કોલંબોમાં બીજી ટેસ્ટ રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SL ટેસ્ટ: ભારતે શ્રીલંકાને 165 રને કચડ્યું, સ્પિનર માનવ સુથારે ઝડપી કુલ 10 વિકેટ

India Beats Sri Lanka by 165 Runs, Manav Suthar Takes 10 Wickets | ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમને 165 રને કચડીને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ગોલ ખાતે રમાયેલી આ મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શને શ્રીલંકાની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી.

ભારત તરફથી યુવા સ્પિનર માનવ સુથારે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ અને સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ ઝડપીને શ્રીલંકાની હાર નક્કી કરી નાખી હતી. આ તેનો સતત બીજી ટેસ્ટ મેચમાં ‘ફાઈવ-વિકેટ હોલ’ રહ્યો છે.

  • પ્રથમ ઇનિંગ્સ (ભારત): ભારતે પ્રથમ બેટિંગ કરતાં 462 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.
  • પ્રથમ ઇનિંગ્સ (શ્રીલંકા): શ્રીલંકન ટીમ પ્રથમ દાવમાં 284 રન બનાવી ઓલઆઉટ થઈ હતી, જેથી ભારતને 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.
  • બીજી ઇનિંગ્સ (ભારત): ભારતે બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવી શ્રીલંકા સામે જીત માટે 372 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો હતો.
  • બીજી ઇનિંગ્સ (શ્રીલંકા): 372 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની આખી ટીમ પાંચમા દિવસે 207 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

જાડેજાએ તોડી પાર્ટનરશિપ, લંચ પછી સુથારનો તરખાટ
પાંચમા દિવસની શરૂઆતમાં શ્રીલંકાએ 84/4 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને સોનલ દિનુશા વચ્ચે પાંચમી વિકેટ માટે 95 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. રવીન્દ્ર જાડેજાએ ધનંજયને આઉટ કરી ભારતને મોટો બ્રેકથ્રૂ અપાવ્યો હતો. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ નિરોશન ડિકવેલાને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

લંચ બ્રેક પછી માનવ સુથારે પોતાની સ્પિન જાળ બિછાવીને બેક-ટુ-બેક ૩ વિકેટ ઝડપી લીધી હતી.

  1. સોનલ દિનુશા
  2. પ્રભાત જયસૂર્યા
  3. લાહિરુ કુમારા

23 ઓગસ્ટથી કોલંબોમાં બીજી ટેસ્ટ
ગોલ ખાતે મળેલી આ દમદાર જીત બાદ કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ શ્રેણી જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.