Watch: 'પાકિસ્તાનીઓ સાથે કોઈ દલીલ નહીં, માત્ર...', કૅપ્ટન સૂર્યાનો ભારતીય ખેલાડીઓ સાથેની વાતચીતનો વીડિયો વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suryakumar Yadav Viral Video: ટીમ ઇન્ડિયાના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે રવિવારે કોલંબોમાં રમાયેલી ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓને પાકિસ્તાની બેટર કે બોલરો સાથે સ્લેજિંગ(શાબ્દિક ટીપ્પણીઓ) ન કરવા માટે સલાહ આપી હતી. મહત્ત્વનું છે કે હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતે દબદબો કાયમ રાખ્યો હતો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય થયો હતો.
BCCIએ શેર કર્યો વીડિયો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં કૅપ્ટન સૂર્યકુમાર ટીમને સંદેશ આપતો નજરે પડશે. કૅપ્ટને સાફ શબ્દોમાં ટીમના તમામ ખેલાડીઓને કહ્યું હતું કે મેદાન પર કોઈ જીભાજોડીની જંગમાં પડ્યા વગર માત્ર ખેલ પર જ ધ્યાન આપો, સમજણ આપી કે માત્ર બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી જવાબ આપો, શબ્દોમાં નહીં'
મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે કોઈ ટકરાવ જોવા ન મળ્યો
BCCIએ જાહેર કરેલા આ વીડિયોમાં સૂર્યકુમાર એ પણ કહેતો દેખાયો કે 'ઓવરો વચ્ચે દોડતા રહો, કોઈને પણ કાંઈ કહેશો નહીં, આપણે સારી ક્રિકેટ રમવાની છે, આપણે આ મેચ આપણાં કૌશલ્યના દમ પર જ જીતીશું', મહત્ત્વનું છે કે ભારત પાકિસ્તાનની મેચમાં એક બીજા ખેલાડીઓનો શાબ્દિક ટકરાવ થાય તે સામાન્ય છે, પણ રવિવારે યોજાયેલી મેચમાં ભારત કે પાકિસ્તાન બંને ટીમના ખેલાડીઓ તરફથી કોઈ શાબ્દિક ટિપ્પણીઓ કરવામાં આવી નથી આવું ભાગ્યે જ જોવા મળે છે. ફક્ત નો હેંડશેક નીતિ યથાવત્ રાખવામાં આવી.
ટીમ ઇન્ડિયા સુપર 8મા
આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને હરાવીને સુપર-8મા સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ શાનદાર જીત વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પંડ્યા અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સ્પિનર કુલદીપ યાદવ પર ગુસ્સે થતાં જોવા મળી રહ્યા છે.
શું હતો આખો મામલો?
મેચની 18મી ઓવર દરમિયાન આ આખી ઘટના બની હતી. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની બેટ્સમેન શાહીન આફ્રિદીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં ઘણો ઊંચો ગયો અને બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા કુલદીપ યાદવ પાસે કેચ પકડવાની સરળ તક હતી. કુલદીપ બોલની નીચે સેટ પણ થઈ ગયો હતો, પરંતુ અંતિમ ક્ષણે તેની એકાગ્રતા ભંગ થઈ અને બોલ હાથમાંથી છટકીને બાઉન્ડ્રીની બહાર જઈ પડ્યો. કેચ તો છૂટ્યો જ, પણ સાથે પાકિસ્તાનને છ રન પણ મળ્યા.
આ પણ વાંચો: IND vs PAK: સ્ટેડિયમમાં પાકિસ્તાની ફેન્સે ગાયું 'જન ગણ મન...'! વીડિયો વાઈરલ
કૅપ્ટન અને બોલરનો પિત્તો ગયો
આ પહેલાના જ બોલ પર વિકેટ કીપર ઈશાન કિશન પણ કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. સતત બે જીવનદાન મળતાં હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે હાર્દિક અત્યંત આક્રમક અંદાજમાં કુલદીપને કંઈક કહી રહ્યો હતો. કૅપ્ટન સૂર્યા પણ આ ફિલ્ડિંગથી ખુશ નહોતો અને તેણે પણ કુલદીપના ક્લાસ લીધા હતા. આ દરમિયાન યુવા ખેલાડી તિલક વર્મા ચિંતિત દેખાયો હતો, જ્યારે રિંકુ સિંહ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાએ ત્યારબાદ તરત જ પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને તે જ ઓવરના છેલ્લા બોલ પર ઉસ્માન તારિકની વિકેટ લઈને ભારતની જીત પર મહોર મારી દીધી હતી. કુલદીપ યાદવે બોલિંગમાં તો શાનદાર પ્રદર્શન કરી 3 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી, પરંતુ તેની ખરાબ ફિલ્ડિંગે સીનિયર ખેલાડીઓને નારાજ કર્યા હતા.









