Sports

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઘણા ખેલાડીના પત્તાં કપાયા

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
આગામી વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરના નેતૃત્વમાં શનિવારે મુંબઈમાં ટીમની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી સીરિઝ માટે પણ ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમ જ આ સીરિઝમાં પણ રમતી નજર આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઘણા ખેલાડીના પત્તાં કપાયા

IND vs NZ:  આગામી વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરના નેતૃત્વમાં શનિવારે મુંબઈમાં ટીમની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી સીરિઝ માટે પણ ટીમ ઈન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમ જ આ સીરિઝમાં પણ રમતી નજર આવશે.

ન્યુઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ પહેલા ભારત સાથે ત્રણ મેચની વનડે સીરિઝ અને ત્યારબાદ પાંચ મેચની T20 સીરિઝ રમશે. વનડે સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે T20 શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ T20 સીરિઝ એટલા માટે પણ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તે ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડ કપની તૈયારી કરવાની છેલ્લી તક હશે. આ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા સીધી વર્લ્ડ કપ માટે જશે.

T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિંકૂ સિંહ, હર્ષિત રાણા અને ઈશાન કિશન. 



ન્યુઝીલેન્ડ સાથે સીરિઝનો સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ વન-ડે 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. બીજી વન-ડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી અને છેલ્લી વન-ડે 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

T20 સીરિઝની પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં, બીજી T20 રાયપુરમાં, ત્રીજી T20 25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, ચોથી T20 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને છેલ્લી T20 31 જાન્યુઆરીએ કેરળમાં રમાશે.

તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફાઈનલ મેચ 20 માર્ચે રમાશે. આ ટુર્નામેન્ટ માટે ગત ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં સંયુક્ત રાજ્ય અમેરિકા (યુએસએ), નામિબિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાનની ટીમ પણ સામેલ છે.

આ પણ વાંચો: T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર

ભારત vs ન્યૂઝીલેન્ડ ફૂલ શેડ્યૂલ

11 જાન્યુઆરી: પ્રથમ વન-ડે, વડોદરા

14 જાન્યુઆરી: બીજી વન-ડે, રાજકોટ

18 જાન્યુઆરી: ત્રીજી વન-ડે, ઈન્દોર

21 જાન્યુઆરી: પ્રથમ T20, નાગપુર

23 જાન્યુઆરી: બીજી T20 રાયપુર

25 જાન્યુઆરી: ત્રીજી T20, ગુવાહાટી

28 જાન્યુઆરી: ચોથી T20, વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી: પાંચમી T20, તિરુવનંતપુરમ