Sports

T20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલ પહેલા વાનખેડેમાં ભારતીય કોચ પિચ ક્યુરેટર પર ભડક્યા! વાતચીતની 'ગંભીર' તસવીર

By GS Team
4 Mar 20262 mins read
TukuTouch Logo
ભારત વિરુદ્ધ USA મેચ વાળી પિચનો જ ઉપયોગ કરવામાં આવશે, જે લો-સ્કોરિંગ મેચ હતી કારણ કે તે મેચમાં ભારતીય બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ક્યુરેટર સાથેની વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું છે કે, તે પિચ ક્યુરેટર સાથે કંઈક વાત કરી રહ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલ પહેલા વાનખેડેમાં ભારતીય કોચ પિચ ક્યુરેટર પર ભડક્યા! વાતચીતની 'ગંભીર' તસવીર

Image from X



T20 World Cup Semi Final IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઈનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હવે સેમિ ફાઈનલ મેચ જીતીને બંને ટીમો ફાઈનલમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ પણ કરી હતી, પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ ગૌતમ ગંભીરની એક તસવીર પણ સામે આવી છે. જેમાં તે પિચ ક્યુરેટર સાથે ગંભીર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. 

અમેરિકા સામે મેચ લો સ્કોરિંગ રહી હતી

રિપોર્ટ અનુસાર, ભારત વિરુદ્ધ USA મેચ વાળી પિચનો જ ઉપયોગ કરવામાં આવશે, જે લો-સ્કોરિંગ મેચ હતી કારણ કે તે મેચમાં ભારતીય બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ક્યુરેટર સાથેની વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું છે કે, તે પિચ ક્યુરેટર સાથે કંઈક વાત કરી રહ્યો છે અને સહેજ ગુસ્સામાં પણ દેખાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ICC મેચોમાં પિચોની જવાબદારી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંભાળે છે, લોકલ ક્યુરેટર નહીં. આવી સ્થિતિમાં, જો ગંભીર ગુસ્સે થઈ રહ્યો હોય, તો તેમાં વાનખેડેના પિચ ક્યુરેટરની કોઈ ભૂમિકા નથી.

કોચની પિચ ક્યુરેટર સાથે ગંભીર વાતચીત

મોડી રાત્રે પ્રેક્ટિસ સેશન માટે વાનખેડે પહોંચ્યા બાદ, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને પિચ ક્યુરેટર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ગંભીર સ્પષ્ટપણે ગુસ્સામાં દેખાતો હતો. પિચ જોવામાં હાર્ડ અને બાઉન્સી લાગી રહી છે, જે સારી પિચના સંકેત આપી રહી છે, તેમ છતાં ગંભીરના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર ગંભીર અને પિચ ક્યુરેટર વચ્ચેની વાતચીતની તસવીર વાયરલ થઈ છે, ફેન્સ આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

ટીમે કોઇ ટિપ્પણી કરી નથી

જોકે, હજુ સુધી ભારતીય ટીમ તરફથી પિચને લઈને કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ એવી આશા છે કે, સપાટ ટ્રેક (Flat Track) ચોક્કસપણે ભારતીય બેટ્સમેનો માટે ફાયદાકારક રહેશે અને તેમને ઈંગ્લેન્ડની સ્પિન-હેવી બોલિંગ લાઇનઅપનો સામનો કરવામાં મદદ કરશે.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન

ટી-20 વર્લ્ડ કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં અજેય રહ્યું હતું. ભારતે તેની પ્રથમ મેચમાં USA ને હરાવ્યું અને પછી નામિબિયા પર જીત મેળવી. ભારતીય ટીમે તેની છેલ્લી બે લીગ મેચોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી, ભારતને તેની પ્રથમ સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ પર શાનદાર જીત મેળવીને સેમિ ફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.