Get The App

IND vs ENG : લૉર્ડ્સમાં ઈગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, 193 રન ચેજ ન કરી શકી, જાડેજાની લડાયક બેટિંગ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG : લૉર્ડ્સમાં ઈગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, 193 રન ચેજ ન કરી શકી, જાડેજાની લડાયક બેટિંગ 1 - image


IND vs ENG 3rd Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી-2025ની લૉડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. ઈંગ્લેન્ડ-ભારતે પ્રથમ ઈનિંગમાં 387-387 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 192 રન કર્યા બાદ, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઈટ થઈ ગઈ છે. મેચના ત્રીજા અને ચોથા દિવસે જુસ્સામાં જોવા મળેલી ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો છે. ભારતના સુકાની શુભમન ગીલ, રિષભ પંત સહિતના તમામ ખેલાડીઓએ નબળું પ્રદર્શન કર્યું છે, તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક, બ્રાઈડોન કાર્સે શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવી છે. આ સાથે બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

બીજી ઈનિંગમાં ભારતીય બેટરો ફેલ, ઈંગ્લેન્ડના બોલરો છવાયા

ભારતે બીજી ઈનિંગ શરૂ કર્યા બાદ એક પછી એક વિકેટ પડી હતી. ઓપનર જયસ્વાલ અને સુકાની શુભમન ગિલ સહિત તમામ ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. બીજી ઈનિંગમાં સ્કોરની વાત કરીએ તો યશસ્વી જસ્વાલ શૂન્ય રન, કે.એલ.રાહુલ 39 રન, કરુણ નાયર 14 રન, શુભમન ગિલ 6 રન, આકાશ દિપ 1 રન, રિષભ પંત 9 રન, રવિન્દ્ર જાડેજા અણનમ 61 રન, વોશિંગ્ટન સુંદર 0 રન, નિતિશકુમાર રેડ્ડી 13 રન, જસપ્રીત બુમરાહ 5 રન અને મોહમ્મદ સિરાજે 4 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે અને બેન સ્ટોકે 3-3 વિકેટ, બ્રેયડોન કાર્સે 2 વિકેટ, ક્રિસ વોક્સ અને શોએબ બસીરે એક-એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી

ભારત-ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં નોંધાવ્યા 387-387 રન

ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જો રૂટના 104 રન, જેમી સ્મિથના 51 રન અને બ્રેડોન કાર્સના 56 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, મોહમ્મદ સિરાજ અને નિતિશકુમાર રેડ્ડીએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલના 100 રન, રિષભ પંતના 74 રન અને રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા.

ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રન ઓલઆઉટ, સુંદરની ચાર વિકેટ

ચોથા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ નબળુ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી સૌથી વધુ જો રુટે 30 રન, સુકાની બેન સ્ટોક 33 રન, હેરી બ્રુક 23, જેક ક્રાઉલી 22, બેન ડક્કેત 12 રન, ક્રિશ વોક્સ 10 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શિરાજે બે-બે વિકેટ, નિતિશકુમાર રેડ્ડી અને આકાશ દીપે એક-એક વિકેટ ઝડપી હતી. બુમરાહની વાત કરીએ તો તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : 147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 9 વખત બન્યું આવું, ભારત-ઇંગ્લેન્ડની લોર્ડ્સ ટેસ્ટ બની ગઈ યાદગાર

રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મહારેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ એક પણ સદી ફટકારી નથી, છતાં તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ગજબનું કારનામું કરી બતાવ્યું છે. જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 131 બોલમાં 8 ફોર અને એક સિક્સ ફટકારી 72 રન નોંધાવ્યા હતા. એટલું જ નહીં, તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. ત્યારે આ અડધી સદી જાડેજાને મહારેકોર્ડ તરફ લઈ ગઈ છે. જાડેજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસ (World Test Championship Record History) માં 15 અડધી સદી, 130થી વધુ વિકેટ અને 2000થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જાડેજાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની સતત ત્રીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. 

લૉર્ડ્સ ટેસ્ટનો ઈતિહાસ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાનમાં આજની મેચ સહિત અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ છે, જેમાં ઈંગ્લેન્ડે 13 મેચ જીતી છે, તો ભારતે ચાર મેચમાં પરાજયનો સામનો કર્યો છે. જ્યારે ચાર મેચ ડ્રો થઈ છે.

આ પણ વાંચો : લોર્ડ્સ ટેસ્ટમાં ઝઘડો, ગિલ-ક્રાઈલી વચ્ચે બોલાચાલી, જુઓ VIDEO

Tags :