IND vs ENG: લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી
Ravindra Jadeja World record in WTC History : ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર અને ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ મહારેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યો છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ એક પણ સદી ફટકારી નથી, છતાં તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ગજબનું કારનામું કરી બતાવ્યું છે.
અડધી સદી ફટકારતાં જ જાડેજાએ ઈતિહાસ રચ્યો
જાડેજાએ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 131 બોલમાં 8 ફોર અને એક સિક્સ ફટકારી 72 રન નોંધાવ્યા હતા. એટલું જ નહીં, તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં એક વિકેટ પણ ઝડપી હતી. ત્યારે આ અડધી સદી જાડેજાને મહારેકોર્ડ તરફ લઈ ગઈ છે. જાડેજા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈતિહાસ (World Test Championship Record History) માં 15 અડધી સદી, 130થી વધુ વિકેટ અને 2000થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચો : લોર્ડ્સ ટેસ્ટમાં ઝઘડો, ક્રાઉલી-ગિલ વચ્ચે વિવાદ, જુઓ VIDEO
જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ત્રણેય ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ સિરિઝની હાલ ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં જાડેજાએ સતત ત્રીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં જો રૂટના 104 રન, જેમી સ્મિથના 51 રન અને બ્રેડોન કાર્સના 56 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ, મોહમ્મદ સિરાજ અને નિતિશકુમાર રેડ્ડીએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ ઈનિંગમાં કે.એલ.રાહુલના 100 રન, રિષભ પંતના 74 રન અને રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન નોંધાવ્યા હતા..
આ પણ વાંચો : બે વર્ષથી ટીમમાં મોકો ન મળતા સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું