147 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 9 વખત બન્યું આવું, ભારત-ઇંગ્લેન્ડની લોર્ડ્સ ટેસ્ટ બની ગઈ યાદગાર
India-England Test Match History : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતમાં ગજબનો સંયોગ જોવા મળ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 387 રન નોંધાવ્યા હતા, તો ભારતીય ટીમે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન નોંધાવ્યા હતા. આમ 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બે ટીમો એકસરખા રનની નવમી વખત ઘટના બની છે. ભારત-ઈંગ્લેન્ડની બંનેની પ્રથમ ઈનિંગ એકસરખા રન સાથે સમાપ્ત થઈ હતી.
147 વર્ષમાં પ્રથમ ઈનિંગમાં એક સરખા રમ નોંધાવવાની 9 વાર બની ઘટના
- 1910 - સા..આફ્રિકા-ઈંગ્લેન્ડ - 199-199 રન (સાઉથ આફ્રિકા જીત્યું), સ્થળ-ડરબન
- 1958 - વિન્ડિઝ-ભારત - 222-222 રન (વિન્ડિઝ જીત્યું), સ્થળ-કાનપુર
- 1973 - પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ - 402-402 રન (મેચ ડ્રો થઈ), સ્થળ-ઓકલેન્ડ
- 1973 - ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ - 428/7 ડિક.-428 રન (મેચ ડ્રો થઈ), સ્થળ-કિંગસ્ટન
- 1986 - ઈંગ્લેન્ડ-ભારત - 390-390 રન (મેચ ડ્રો થઈ), સ્થળ-બર્મિંગહામ
- 1994 - વિન્ડિઝ-ઈંગ્લેન્ડ - 593/5 ડિક.-593 રન (મેચ ડ્રો થઈ), સ્થળ-સેંટ. જોન્સ
- 2003 - ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ - 240-240 રન (વિન્ડિઝ જીત્યું), સ્થળ-સેંટ.જોન્સ
- 2015 - ન્યુઝીલેન્ડ-ઈંગ્લેન્ડ - 350-350 રન (ન્યુઝીલેન્ડ જીત્યું), સ્થળ-લીડ્સ
- 2025 - ઈંગ્લેન્ડ-ભારત - 387-387 રન (હજુ બાકી), સ્થળ-લોર્ડ્ઝ
આ પણ વાંચો : લોર્ડ્સમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી
ભારત, ઈંગ્લેન્ડ માટે 10 વર્ષ બાદ બીજી ઘટના
ઈંગ્લેન્ડના 387ના સ્કોર સામે ભારત પણ 387 રનમાં પ્રથમ ઈનિંગમાં ઓલઆઉટ થયું હતુ. આ સાથે બંને ટીમના પ્રથમ ઈનિંગના સ્કોર સરખા થયા હોય તેવી ઘટના 10 વર્ષ બાદ બની હતી. અગાઉ મે-2015માં રમાયેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના 350ના સ્કોર સામે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 350માં ઓલઆઉટ થઈ હતી. જોકે લીડ્સમાં રમાયેલી તે ટેસ્ટ આખરે ન્યુઝીલેન્ડ જીત્યું હતુ.
આ પણ વાંચો : લોર્ડ્સ ટેસ્ટમાં ઝઘડો, ક્રાઉલી-ગિલ વચ્ચે બોલાચાલી, જુઓ VIDEO