Sports

રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ? રેસમાં અભિષેક-યશસ્વી સહિત 3 નામ

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
લંડનના લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ODI બાદ રોહિત શર્માના વન-ડે કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે. BCCI સૂત્રો મુજબ, અજીત અગરકરની પસંદગી સમિતિએ તેમને આગામી વન-ડે ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે. રોહિત નિવૃત્તિ લે તો, શુભમન ગિલ સાથે ઓપનિંગ માટે અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા 3 ખેલાડીઓ દાવેદાર છે, જેઓ 2027 વર્લ્ડ કપ પણ રમી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ? રેસમાં અભિષેક-યશસ્વી સહિત 3 નામ

Rohit Sharma: ઈંગ્લેન્ડ સામે લંડનના લોર્ડ્સ મેદાન પરરમાનારી ત્રીજી મેચ બાદ રોહિત શર્માના વન-ડે (ODI) કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે. અહેવાલો પ્રમાણે લોર્ડ્સ વન-ડે બાદ રોહિતની વન-ડે ટીમમાં પસંદગી થવાની શક્યતા નહિવત છે. આ બાબતની જાણકારી રાખનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ આ અનુભવી બેટ્સમેનને આગામી વન-ડે ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો છે.

રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ?

જો રોહિત શર્મા સન્માનજનક રીતે નિવૃત્તિ લેવા માંગતા હોય અથવા તો તાત્કાલિક નિવૃત્તિ લેવા ન ઈચ્છતા હોય, તો તે સંપૂર્ણપણે તેમનો અંગત નિર્ણય છે. ત્યારે હવે એ સવાલ થાય છે કે, જો રોહિત શર્મા વન-ડેથી નિવૃત્તિ જાહેર કરે તો ગિલ સાથે કોણ ઓપનિંગ કરશે? જોકે, ભારતીય ક્રિકેટમાં આવા ૩ વિસ્ફોટક બેટ્સમેનો છે, જે વન-ડે ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે. ભારત પાસે એવા ૩ ખૂંખાર બેટ્સમેન છે, જેઓ માત્ર ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન જ નહીં છીનવે, પરંતુ ભારત માટે 2017નો વર્લ્ડ કપ પણ રમી શકે છે.

અભિષેક શર્મા

25 વર્ષીય અભિષેક શર્માની ગણતરી ભારતના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ અત્યાર સુધીમાં 53 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 190.36ના સ્ટ્રાઈક રેટ અને 32.36ની એવરેજથી 1,618 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં અભિષેક શર્માએ 2 સદી અને 11 અડધી સદી ફટકારી છે. અભિષેક શર્માનો IPL રેકોર્ડ પણ ખૂબ શાનદાર રહ્યો છે. તેણે અત્યાર સુધી 92 IPL મેચોમાં 171.21ના સ્ટ્રાઈક રેટ અને 29.36ની એવરેજથી 2,378 રન બનાવ્યા છે. IPLમાં તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. અભિષેક શર્મામાં ભારતના કાયમી વન-ડે ઓપનર બનવાની પૂરી ક્ષમતા છે. તે વન-ડે ટીમમાં માત્ર ઓપનર તરીકે રોહિત શર્માનું સ્થાન જ નહીં છીનવે, પરંતુ 2027ના વન-ડે વર્લ્ડ કપમાં તે કેપ્ટન શુભમન ગિલ સાથે ભારત માટે ઓપનિંગ પણ કરી શકે છે.

યશસ્વી જયસ્વાલ

રોહિત શર્મા જો વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરે, તો યશસ્વી જયસ્વાલને ભારતના કાયમી ઓપનર બનાવવામાં આવી શકે છે. યશસ્વી જયસ્વાલ 2027ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે કેપ્ટન શુભમન ગિલ સાથે ઓપનિંગ પણ કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે 6 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 97.61ના સ્ટ્રાઈક રેટ અને 71.25ની એવરેજથી 285 રન બનાવ્યા છે. યશસ્વીએ વન-ડે ફોર્મેટમાં 2 સદી પણ ફટકારી છે. તે ડાબોડી બેટ્સમેન તરીકે વિસ્ફોટક બેટિંગ કરવા ઉપરાંત જમણા હાથે લેગ બ્રેક બોલિંગ પણ કરે છે. યશસ્વી જયસ્વાલ ઓપનર તરીકે ભારત માટે 2027નો વર્લ્ડ કપ રમી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડમાં પૂરી ક્ષમતા છે કે તે વન-ડે ફોર્મેટમાં ભારતના કાયમી ઓપનર બની શકે છે. ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર આવતાની સાથે જ દુનિયાના દિગ્ગજ બોલરોના ધજાગરા ઉડાવી દે છે. તે જમણા હાથનો એક વિસ્ફોટક બેટ્સમેન છે. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધીમાં 9 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 89.77ના સ્ટ્રાઈક રેટ અને 28.5ની એવરેજથી 228 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ઋતુરાજે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડ મિડલ ઓર્ડરથી લઈને ઓપનિંગ સુધી કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત IPLમાં ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી પણ કરે છે.