ઈંગ્લેન્ડ વ્હાઈટવૉશ કરે તો ટીમ ઈન્ડિયા માટે ઓલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવું પણ મુશ્કેલ, પાકિસ્તાનને લાગશે લોટરી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Olympic dream in jeopardy for Team India: ભારતીય ક્રિકેટ ટીમ માટે T20I ફોર્મેટમાં મુશ્કેલીઓનો દોર લાંબો થતો જણાય છે. માર્ચ 2026માં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ ત્યારથી એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં આયરલેન્ડ જેવી નબળી ટીમ સામે પણ ભારત 0-2થી શ્રેણી હારી ગયું હતું અને હવે ઇંગ્લેન્ડ સામે પણ ભારતે ઘૂંટણ ટેકી દીધા છે. છેલ્લી 6 મેચોમાંથી 5 મેચોમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ સતત હારને કારણે હવે ભારત માટે વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. જો આવું જ ચાલતું રહ્યું તો ભારત ઓલિમ્પિકની સીધી જગ્યા ગુમાવી શકે છે.
શું છે ઓલિમ્પિક ક્વાલિફિકેશનનું ગણિત?
ICC દ્વારા નક્કી કરાયેલા નવા નિયમો મુજબ, વર્ષ 2028ના ઓલિમ્પિક ગેમ્સ માટે ટોચની રેન્કિંગ ધરાવતી ટીમોને જ સીધો પ્રવેશ મળશે. આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશિનિયામાંથી જે ટીમ 31 ડિસેમ્બર 2026 સુધીમાં તેમના મહાદ્વીપમાં ICC T20I રેન્કિંગમાં પ્રથમ સ્થાને હશે, તે ઓલિમ્પિક માટે આપોઆપ ક્વાલિફાય થઈ જશે. મેન્સ કેટેગરીમાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેમાંથી એક-એક ટીમ દરેક મહાદ્વીપમાંથી ટોપ રેન્કિંગવાળી હશે, જ્યારે એક ટીમ યજમાન દેશ એટલે કે અમેરિકા તરીકે સ્થાન મેળવશે અને બાકીની એક ટીમ આઈસીસી ઓલિમ્પિક ક્વાલિફાયર્સ રાઉન્ડ દ્વારા નક્કી થશે.
ભારત સામે પાકિસ્તાનનો મોટો પડકાર
હાલમાં ભારત ICC T20I રેન્કિંગમાં નંબર વન પર છે, તેથી સ્વાભાવિક રીતે જ તે એશિયામાં પણ નંબર વન છે. જોકે, ઇંગ્લેન્ડ સામેની ચાલુ શ્રેણીની 5મી T20I મેચ જો ભારત હારી જશે, તો તેની નંબર વન તરીકેની ખુરશી છીનવાઈ જશે. પાકિસ્તાન આ સમયે એશિયાની બીજી સૌથી સારી રેન્કિંગ ધરાવતી ટીમ છે. જો ભારતીય ટીમ આગામી સમયમાં વધુ મેચો હારતી રહેશે અને પાકિસ્તાન પોતાના મુકાબલા જીતીને 31 ડિસેમ્બર 2026 સુધીમાં આઈસીસી T20I રેન્કિંગમાં ભારતથી આગળ નીકળી જશે, તો પાકિસ્તાનને ઓલિમ્પિકની ડાયરેક્ટ ટિકિટ મળી જશે. આવી સ્થિતિમાં, ભારતે ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે વધારાના ICC ઓલિમ્પિક ક્વાલિફાયર રાઉન્ડ રમવા પડશે, જે ટીમના અભિયાનને વધુ મુશ્કેલ બનાવી શકે છે.
શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીર પર પ્રેશર
છેલ્લા 6 T20I મુકાબલાઓમાંથી ભારત 5 મેચ હારી ચૂક્યું છે, જે ભારતીય ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીર પર હવે વધારાનું પ્રેશર રહેશે, કારણ કે આ જોડી હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આયરલેન્ડમાં 2 અને ઇંગ્લેન્ડમાં 4 મેચ (જેમાંથી 3 મેચમાં ભારત હાર્યું છે અને 1 મેચ વરસાદને લીધે પરિણામ વિનાની રહી છે) રમવા છતાં ભારત ખાલી હાથે છે. જો ભારતીય ટીમ સમયસર પોતાની ભૂલો સુધારીને લય પાછી નહીં મેળવે, તો વર્લ્ડ કપ વિજેતા હોવા છતાં, ઓલિમ્પિકનું સપનું અધૂરું રહી શકે છે.









