Sports

'ક્યારેક તો અશ્વિન બાદ બેટિંગમાં નંબર આવે...' રવીન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ટીમ મેનેજમેન્ટ સામે ઊઠાવ્યા સવાલ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ગોલ ટેસ્ટ દરમિયાન સંજય માંજરેકર સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. જાડેજાએ કહ્યું કે ટીમ મેનેજમેન્ટ તેમની બેટિંગ ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શક્યું નહોતું. નીચલા ક્રમે બેટિંગ કરવાથી તેમનો આત્મવિશ્વાસ ઘટ્યો હતો. રણજીમાં નંબર 4 પર બેટિંગ કરનાર જાડેજાને ભારતીય ટીમમાં અશ્વિનથી પણ નીચે 8 કે 9 નંબર પર બેટિંગ કરવી પડતી હતી, જે તેમના માટે મુશ્કેલ હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ક્યારેક તો અશ્વિન બાદ બેટિંગમાં નંબર આવે...' રવીન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ટીમ મેનેજમેન્ટ સામે ઊઠાવ્યા સવાલ

Ravindra jadeja News : ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક મોટું નિવેદન આપીને ક્રિકેટ ફેન્સમાં ચર્ચા જગાવી છે. જાડેજાએ સ્વીકાર્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ મારી બેટિંગ ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યું નહોતું. સતત નીચલા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવતા મારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હતો અને મને વિચારવા મજબૂર થવું પડ્યું હતું કે શું ટીમ ઇન્ડિયાને તેમની બેટિંગ પર ખરેખર વિશ્વાસ છે કે નહીં.

ગોલ ટેસ્ટ દરમિયાન સંજય માંજરેકર સાથે ખાસ વાતચીત

શ્રીલંકા સામે ગોલ ટેસ્ટ મેચ દરમિયાન વરસાદના કારણે રમત અટકી હતી તે સંજય માંજરેકર સાથે વાત કરતાં જાડેજાએ પોતાના કરિયરના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલાસો કર્યો હતો. જાડેજાએ જણાવ્યું હતું કે, રણજી ટ્રોફીમાં હું નંબર 4 પર બેટિંગ કરતો હતો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મારી બેટિંગ એવરેજ 60થી વધુ હતી. તેમ છતાં ભારતીય ટીમમાં આવ્યા બાદ મને તે બેટિંગ નંબર મળ્યો નહોતો.

'અશ્વિનથી પણ નીચે બેટિંગ કરવા જવું પડતું'

જાડેજાએ પોતાના દર્દને વ્યક્ત કરતાં કહ્યું કે, "ઘણીવાર એવી પરિસ્થિતિ નિર્માણ થતી હતી કે મારે નંબર 8 કે 9 પર બેટિંગ કરવી પડતી હતી. ક્યારેક તો મારે રવિચંદ્રન અશ્વિન બેટિંગમાં જાય તે પછી મારી વારીની રાહ જોવી પડતી, જે મારા માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ હતી. ડ્રેસિંગ રૂમમાં પેડ પહેરીને બેઠા હોઈએ અને બાજુમાં કોઈ ફાસ્ટ બોલર બોલ પસંદ કરી રહ્યો હોય, તે જોઈને મારો આત્મવિશ્વાસ તૂટી જતો હતો."

આત્મવિશ્વાસ અને ધીરજથી મેળવી સફળતા

જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, "હું વિચારતો હતો કે શું ટીમને મારા પર ભરોસો નથી? શરૂઆતી દિવસોમાં મને યોગ્ય નંબર ન મળ્યો અને આ બધી બાબતોએ મને અંદરથી હેરાન કર્યો હતો." જોકે, સમય જતાં જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે જરૂરી ધીરજ અને આત્મવિશ્વાસ કેળવી લીધો હતો અને આજે ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સ્થાન ધરાવે છે.