Sports

'દીકરી આવે એવી માનતા રાખી...': લાલબાગ ચા રાજાના શરણે ટીમ ઈન્ડિયાનો સ્ટાર, કમબેક પર તોડ્યું મૌન

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પરિવાર સાથે મુંબઈના 'લાલબાગચા રાજા'ના દર્શન કર્યા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી તેઓ અહીં આવે છે અને અહીં માગેલી માનતા ખૂબ અસરકારક હોય છે. સૂર્યાએ પોતાની પુત્રી પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થતા, બાપ્પાનો આભાર વ્યક્ત કર્યો હતો. ટીમમાંથી બહાર હોવા છતાં, તેમણે મહેનત ચાલુ રાખવાની વાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'દીકરી આવે એવી માનતા રાખી...': લાલબાગ ચા રાજાના શરણે ટીમ ઈન્ડિયાનો સ્ટાર, કમબેક પર તોડ્યું મૌન

Suryakumar Yadav lalbaugcha raja: દરેક ગણેશ ભક્તની ઈચ્છા હોય છે કે, જીવનમાં કમ સે કમ એકવાર તેમને મુંબઈના વિશ્વ વિખ્યાત 'લાલબાગચા રાજા'ના દર્શન મળે. આ જ આસ્થા સાથે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પરિવાર સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પંડાલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને પોતાના કમબેક અને કરિયરને લઈને પણ ખુલ્લીને વાત કરી હતી. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે બાપ્પા પ્રત્યે તેમની કેટલી ઊંડી આસ્થા છે.

લાલબાગ ચા રાજાના શરણે ટીમ ઈન્ડિયાનો સ્ટાર

સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સૂર્યાએ લાલબાગચા રાજાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે , 'બહુ સરસ અનુભવ થઈ રહ્યો છે. હું છેલ્લાં પાંચ-છ વર્ષથી અહીં આવી રહ્યો છું. એકવાર મેં સોશિયલ મીડિયા પર કોઈની લખેલી એક નોટ જોઈ હતી, જેમાં લખ્યું હતું કે, ભારત 2024નો વર્લ્ડ કપ જીતશે. ત્યારબાદ જ્યારે હું 2025માં આવ્યો, તો કોઈએ લખ્યું હતું કે, મારી કેપ્ટનશીપ હેઠળ આપણે 2026માં ભારતમાં વર્લ્ડ કપ જીતીશું. અહીં માગેલી માનતા ખૂબ જ અસરદાર હોય છે.'

આ દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની જિંદગીનું સૌથી મોટું રહસ્ય પણ મીડિયા સામે ખોલી દીધુ છે. 36 વર્ષીય સ્ટાઈલિશ બેટ્સમેને જણાવ્યું કે, ગત વર્ષે હું મારી પત્ની સાથે લાલબાગચા રાજાના દરબારમાં પુત્રી પ્રાપ્તિની મનોકામના લઈને આવ્યો હતો અને અમને પુત્રીનું વરદાન મળ્યું હતું. આથી જ આ વર્ષે હું સપરિવાર આભાર વ્યક્ત કરવા માટે ફરીથી બાપ્પાના ચરણોમાં આવ્યો છું.

ટીમ ઈન્ડિયામાંથી બહાર છે સૂર્યકુમાર યાદવ

મિસ્ટર 360 તરીકે જાણીતા મુંબઈના આ બેટ્સમેને પોતાના કરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં 2022 અને 2023માં ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતવાનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર 2022માં તેઓ ICC મેન્સ T20I રેન્કિંગમાં વિશ્વના નંબર વન બેટ્સમેન બન્યા હતા. જાન્યુઆરી 2023માં તેમની પાસે 910 રેટિંગ પોઈન્ટ્સ હતા, જે આ ફોર્મેટમાં અત્યાર સુધી કોઈએ પ્રાપ્ત કર્યા નથી. 2024માં લૉંગ ઓફ બાઉન્ડ્રી પર જો સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો કેચ ના પકડ્યો હોત તો ભારત બીજી વખત T20 ચેમ્પિયન બની શક્યું ન હોત. 2026માં પોતાની કેપ્ટનશીપ હેઠળ સૂર્યાએ ભારતને ચેમ્પિયન બનાવ્યું અને આ રીતે ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચતાં ટ્રોફી ડિફેન્ડ કરી. પરંતુ બેટથી તેમનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું કે સિલેક્ટર્સે તેમને ટીમમાંથી બહાર જ કરી દીધા. કમબેકના સવાલ પર સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે મારા હાથમાં માત્ર મહેનત કરવાનું છે, આગળ શું થાય છે તે સિલેક્ટર્સ પર નિર્ભર છે.