મેં કહ્યું તે સાંભળ્યું નહીં... ટી20માં પરાજય બાદ શ્રેયસ અય્યરે બોલર્સ પર ફોડ્યું હારની ઠીકરું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shreyas Iyer's tactical blunder costs India the series: ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની T20I શ્રેણીના 4થા મુકાબલામાં પણ ભારતીય ટીમને 9 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાનું ટોપ અને મિડલ ઓર્ડર બેટિંગ લાઇન-અપ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયું હતું. આ ઉપરાંત કેપ્ટન શ્રેયસ અય્યરના કેટલાક નિર્ણયો અને વ્યૂહાત્મક ભૂલો પણ ટીમ પર ભારે પડી હતી, જે આખરે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયા હતા.
મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે હારની જવાબદારી સ્વીકારી ખરી, પરંતુ સાથે જ તેમણે બોલર્સની નબળી વ્યૂહરચના અને યોજનાઓનો યોગ્ય અમલ ન કરવા બદલ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. અય્યરે સાફ કહ્યું કે 158 રનનો સ્કોર આદર્શ નહોતો. બેટ્સમેનો અપેક્ષા મુજબ રન બનાવી શક્યા ન હતા અને બાદમાં બોલર્સ પણ નક્કી કરેલી પ્લાનિંગ પર અમલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
શું હતો અય્યરનો એ નિર્ણય જે બ્લન્ડર સાબિત થયો?
લક્ષ્યનો બચાવ કરતી વખતે ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને માત્ર 13 રનના સ્કોર પર પેવેલિયન ભેગો કરીને ભારતને પ્રથમ મોટી સફળતા અપાવી હતી. પરંતુ આ વિકેટ મળ્યા બાદ કેપ્ટન અય્યરે અર્શદીપ પાસે સતત બોલિંગ ન કરાવી. કેપ્ટનના આ નિર્ણયનો ફાયદો ઉઠાવીને હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલા હેરી બ્રુક અને ફિલ સોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બિનઅનુભવી એવા પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરોમાં તોફાની બેટિંગ કરીને રન ફટકાર્યા હતા. પ્રિન્સ યાદવે પોતાની ઓવરમાં 15 રન અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ પણ પોતાની ઓવરમાં 15 રન લૂંટાવ્યા હતા, જેના કારણે ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં જ 1 વિકેટે 62 રન બનાવી લીધા હતા અને ભારત અહીંથી જ મેચમાં પાછળ ધકેલાઈ ગયું હતું.
‘મેં જે પ્લાન આપ્યો, બોલર્સે તે ન સાંભળ્યો’
શ્રેયસ અય્યરે બોલિંગ વિભાગ પર પ્રહાર કરતા જણાવ્યું, "અમે જ્યારે બોલિંગ કરવા આવ્યા, ત્યારે મેં બોલર્સને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ બને તેટલી લેન્થ જાળવી રાખે. મિડલ અને લેગ સ્ટમ્પની લાઇન પર બોલિંગ કરવી એ બેટ્સમેનો માટે આસાન નહોતું અને તેના પર રન બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. પરંતુ અમે અમારી પ્લાનિંગને યોગ્ય રીતે મેદાન પર લાગુ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા." જ્યારે બોલર્સે પેસમાં ફેરફાર કરવાનો કે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ તે નબળા બોલ પર સરળતાથી રન બટોર્યા હતા. વોશિંગ્ટન સુંદરે પોતાની ઓવરમાં 19 રન, અક્ષર પટેલે 19 રન અને શિવમ દુબેએ 10મી ઓવરમાં 15 રન આપ્યા હતા.
ટોપ ઓર્ડર ફરી ફ્લોપ, અય્યર એકલો લડ્યો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત એકવાર ફરી ખરાબ રહી હતી. ઓપનર્સ અભિષેક શર્મા 16 રન અને વૈભવ સૂર્યવંશી 15 રન બનાવીને આઉટ થયા હતા. વૈભવ સૂર્યવંશી બીજી વખત જોફ્રા આર્ચરના શોર્ટ બોલનો શિકાર બન્યો હતો. ત્રીજા નંબરે આવેલા ઇશાન કિશન પણ કંઈ ખાસ કમાલ કરી શક્યા નહોતો. 48 રન પર 3 વિકેટ પડી ગયા બાદ ટીમ મેનેજમેન્ટે શિવમ દુબેને પ્રમોટ કરવાનો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેઓ 23 બોલમાં માત્ર 22 રન બનાવી શક્યો હતો. કેપ્ટન અય્યરે એકલા હાથે લડત આપતા 49 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 80 રન ફટકારી ટીમને 158/7ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
હેરી બ્રુક અને ફિલ સોલ્ટે મચાવી તબાહી; 37 બોલ વહેલા મેચ ખતમ
ઇંગ્લેન્ડની ટીમે 159 રનનો ટાર્ગેટ માત્ર 1 વિકેટ ગુમાવીને 13.5 ઓવરમાં (એટલે કે 37 બોલ બાકી રહેતા) આસાનીથી હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે માત્ર 21 બોલમાં અર્ધસદી પૂરી કરી હતી અને કુલ 35 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તોફાની અણનમ 79 રન ફટકાર્યા હતા. બીજી તરફ ફિલ સોલ્ટે પણ 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને કુલ 42 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 59 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે 5 મેચોની આ શ્રેણીમાં 3-0થી આગળ રહીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે.









